________________
| શતક-૩
_.
૩૪૩
શતક-૩ પિરિચય છROCROR ORDROCROR
આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયો છે. તે આ પ્રમાણે છેઉદ્દેશક-૧ - અમરેન્દ્ર, બલીદ્ર, શક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર આદિની ઋદ્ધિ અને વૈક્રિયશક્તિ, ઈશાનેન્દ્રના સામાનિક દેવની ઋદ્ધિ, તેનો પૂર્વભવ-કુરુદત્ત અણગાર, ઈશાનેન્દ્રનો પૂર્વભવ-તામલી તાપસનું વિસ્તૃત જીવન, શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના વિમાનોની ઊંચાઈ, બંને ઈન્દ્રોનો શિષ્ટાચાર, સનતકુમારેન્દ્રની યોગ્યતા વગેરે વિષયોનું વર્ણન છે. ઉદ્દેશક–૨:–અસુરકુમાર દેવોના સ્થાન, તેનું ગમન સામર્થ્ય, ચમરેન્દ્રનું સૌધર્મદેવલોકમાં ગમન ઉત્પાત, ચમરેન્દ્રનો પૂર્વ ભવ પૂરણ તાપસનું વિસ્તૃત જીવન દર્શન છે. ઉદેશક–૩:- કાયિકી આદિ પાંચ ક્રિયા, ક્રિયા અને વેદના, જીવની એજનાદિ–કંપનાદિ ક્રિયા, પ્રમત્તઅપ્રમત્ત સંયતની સ્થિતિ, લવણસમુદ્રમાં ભરતી-ઓટ વગેરે વિષયોનું નિરૂપણ છે.
ઉદેશક-૪ :- ભાવિતાત્મા અણગારની વૈક્રિયશક્તિ, વાયુકાયની વૈક્રિયશક્તિ, મેઘનું વિવિધ રૂપેપરિણમન, ઉત્પન્ન થનારા જીવોની લેશ્યા, અણગારની પર્વત લંઘનની શક્તિ, પ્રમાદી મનુષ્યની વિદુર્વણા વગેરે વિષયોનું કથન છે. ઉદ્દેશક–૫:- અણગારની વિવિધ પ્રકારની સ્ત્રી આદિ રૂપ બનાવવાની વૈક્રિયશક્તિ અને અણગારના અશ્વાદિ રૂપમાં પ્રવેશ કરવાની અભિયોગિક શક્તિનું કથન છે. ઉદ્દેશક-દ:- મિથ્યાદષ્ટિ અને સમ્યગુદષ્ટિની વિદુર્વણા અને ચમરેન્દ્રના આત્મરક્ષક દેવોનું વર્ણન છે. ઉદ્દેશક-૭ – સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ તે ચારે લોકપાલ વિષયક પ્રતિપાદન છે. ઉદ્દેશક-૮ – ચારે જાતિના દેવોના સર્વ દેવેન્દ્રોના નામનું કથન છે. ઉદ્દેશક-૯ – પાંચે ઈન્દ્રિયોના વિષયોનું અતિદેશાત્મક વર્ણન છે. ઉદ્દેશક-૧૦:- ઈન્દ્રોની પરિષદનું અતિદેશાત્મક વર્ણન છે.