________________
૩૪૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
થાય છે તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
સંપૂર્ણ લોક ૧૪ રજુ પરિમાણ છે અને ધર્માસ્તિકાય સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. તેથી તે પણ ૧૪ રજૂ પરિમાણ છે. અધોલોક - સાત રજુથી કંઈક અધિક છે. તેથી તે ધર્માસ્તિકાયના કંઈક અધિક અર્ધ ભાગને સ્પર્શે છે. તિર્થન્ગલોક – તે ૧૮૦૦ યોજન પ્રમાણ છે. તેથી તે ધર્માસ્તિકાયના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. ઉર્ધ્વલોક – સાત રજુથી કંઈક ન્યૂન છે, તેથી તે ધર્માસ્તિકાયના કંઈક ન્યૂન અર્ધ ભાગને સ્પર્શે છે.
રત્નપ્રભાદિ પૃથ્વી, ઘનોદધિ, ઘનવાત, તનવાત આદિ સંખ્યાત યોજન પ્રમાણ છે તેથી તે ધર્માસ્તિકાયના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે અને અવકાશાન્તર સર્વત્ર અસંખ્યાત યોજન પ્રમાણ છે, તેથી તે ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગને સ્પર્શે છે.
અહીં રત્નપ્રભા આદિ પ્રત્યેક પૃથ્વીના વિષયમાં પાંચ પાંચ સૂત્ર થાય છે. [રત્નપ્રભા, તેનો ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તર) આ દષ્ટિથી સાત પૃથ્વીના ૩૫ સૂત્ર થાય. ૧૨ દેવલોકના વિષયમાં ૧૨ સૂત્ર, નવ રૈવેયકના વિષયમાં ત્રણત્રિકના ત્રણ સૂત્ર, અનુત્તર વિમાનના વિષયમાં એક અને ઈષતુ પ્રાભારા પૃથ્વીના વિષયમાં એક સૂત્ર આમ સર્વ મળીને ૩૫ +૧૨ +૩+૧+૧ = પર, સૂત્રો થાય છે. દ્વીપ સમુદ્રોના સ્વતંત્ર સૂત્રોની ગણતરી વ્યાખ્યામાં કરી નથી. મૂળપાઠમાં તે દ્વીપ સમુદ્રોની પૃચ્છાનો પણ નિર્દેશ છે. તેથી તેના પણ સૂત્રો તે રીતે સમજવા. અધર્માસ્તિકાય અને લોકાકાશાસ્તિકાયના વિષયમાં પણ આ રીતે સૂત્રો થાય છે. સૂત્રમાં તેનું અતિદેશ પૂર્વક સંક્ષિપ્ત કથન છે.
શતક ર/૧૦ સંપૂર્ણ શતક-ર સંપૂર્ણ