________________
શતક–૨ ઃ ઉદ્દેશક ૧૦
છે તેમજ સમસ્ત ધર્માસ્તિકાયનો સ્પર્શ કરે છે ? ઈત્યાદિ
પૃચ્છા.
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીને માટે કથન કર્યું, તે જ રીતે રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિના વિષયમાં કથન કરવું જોઈએ અને તે જ રીતે ઘનવાત અને તનુવાતના વિષયમાં પણ કથન કરવું જોઈએ.
२३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीसए उवासंतरे धम्मत्थिकायस्स किं संखेज्जइभागं फुसइ, असंखेज्जइभागं फुसइ जाव सव्वं फुसइ ?
૩૪૧
गोयमा ! संखेज्जइभागं फुसइ, णो असंखेज्जइभागं फुसइ, णो संखेज्जे, णो असंखेज्जे, णो सव्वं फुसइ । उवासंतराइंसव्वाइं जहा रयणप्पभाए पुढवीए वत्तव्वया भणिया, एवं जाव अहेसत्तमाए । जंबूदीवाइया दीवा, लवणसमुद्दाइया समुद्दा, एवं सोहम्मे कप्पे जाव ईसीपब्भारा पुढवी, एए सव्वे वि असंखेज्जइभागं फुसइ, सेसा पडिसेहियव्वा । एवं अधम्मत्थिकाए, एवं लोयागासे वि ।
पुढवोदही घण तणू, कप्पा गेवेज्जणुत्तरा सिद्धी । संखेज्जइभागं अंतरेसु, सेसा असंखेज्जा ॥
ભાવાર્થ :પ્રશ્ન- હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર શું ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે, અસંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે તેમજ સમસ્તનો સ્પર્શ કરે છે ? ઈત્યાદિ પૃચ્છા.
ઉત્તર– હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે; અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો તથા સંપૂર્ણ ધર્માસ્તિકાયનો સ્પર્શ કરતું નથી. તે જ રીતે સમસ્ત(સાતે ય) અવકાશાન્તરોના સંબંધમાં જાણવું જોઈએ. જે રીતે રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં કહ્યું, તે જ રીતે નીચે સાતમી પૃથ્વી સુધી જાણવું જોઈએ તથા જંબુદ્રીપ આદિ દ્વીપ, લવણ સમુદ્ર આદિ સમુદ્ર, સૌધર્મ કલ્પથી લઈને ઈષ્ટત્ પ્રાક્ભારા પૃથ્વી, આ સર્વ સ્થાનો ધર્માસ્તિકાયના
અસંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે. શેષ ભાગોની સ્પર્શનાનો નિષેધ કરવો જોઈએ. જે રીતે ધર્માસ્તિકાયની સ્પર્શના કહી છે, તે જ રીતે અધર્માસ્તિકાય અને લોકાકાશાસ્તિકાયની સ્પર્શનાના વિષયમાં પણ કહેવું જોઈએ.
ગાથાર્થ– પૃથ્વી, ઘનોદધિ, ઘનવાત, તનુવાત, કલ્પ, ત્રૈવેયક, અનુત્તર, સિદ્ધિ [ઈષત્ પ્રાક્ભારા પૃથ્વી તથા સાત અવકાશાન્તર. આમાંથી અવકાશાન્તર ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે
અને શેષ સર્વ સ્થાનો ધર્માસ્તિકાયના અસંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની સ્પર્શના લોકના વિવિધ ભાગોમાં કેટલા પ્રમાણમાં
–