________________
| શતક–૨: ઉદ્દેશક-૧૦
૩૩૯ |
(૨) પર દ્રવ્ય સ્પર્શનાદિગત વ્યવહાર – જે રીતે ઉદ્ઘલોકાકાશ ધર્માસ્તિકાયના દેશનો સ્પર્શ કરે છે.
આ રીતે વિચારતા સ્પષ્ટ થાય છે કે લોકાકાશમાં અરૂપી અજીવના પાંચ ભેદ હોય છે. ધર્માસ્તિકાય અને તેના પ્રદેશ, અધર્માસ્તિકાય અને તેના પ્રદેશ અને અદ્ધા સમય કાલ. અલોકાકાશમાં :- અજીવ દ્રવ્યનો દેશ છે. કારણ કે અલોકાકાશ તે આકાશાસ્તિકાયનો એક ભાગ છે. તે દેશરૂપે છે, તેથી તેમાં અજીવ દ્રવ્યનો એક દેશ છે. અને તે પરિપૂર્ણ આકાશ દ્રવ્યથી અનંતમો ભાગ ન્યૂન છે. તે અલોકાકાશ અગુરુલઘુ છે, અનંત અગુરુલઘુ ગુણોથી સંયુક્ત છે. ધર્માસ્તિકાયાદિનો વિસ્તાર :|१७ धम्मत्थिकाए णं भंते ! केमहालए पण्णत्ते ।
गोयमा ! लोए लोयमेत्ते लोयप्पमाणे लोयफुडे लोयं चेव फुसित्ता णं चिट्ठइ, एवं अहम्मत्थिकाए लोयागासे जीवत्थिकाए पोग्गलत्थिकाए पंच वि एक्काभिलावा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાય દ્રવ્ય કેટલું મોટું છે ?
| ઉત્તર- હે ગૌતમ ! ધર્માસ્તિકાય લોકરૂપ છે, લોકમાત્ર છે, લોકપ્રમાણ છે, લોક સ્પષ્ટ છે અને લોકને જ સ્પર્શીને રહેલું છે. એ જ રીતે અધર્માસ્તિકાય, લોકાકાશ, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના સંબંધમાં જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ દ્રવ્યનું પરિમાણ પ્રગટ કર્યું છે. ધર્માસ્તિકાયન્લોકરૂપ, લોકમાત્ર, લોકપ્રમાણ છે. લોકનું જેટલું માપ છે તેટલું જ ધર્માસ્તિકાયનું પ્રમાણ છે. લોકાકાશનો એક પણ પ્રદેશ એવો નથી કે
જ્યાં ધર્માસ્તિકાય ન હોય. તલમાં તેલની વ્યાપકતાની જેમ લોકમાં ધર્માસ્તિકાયની વ્યાપકતા છે. ધર્માદિ દ્રવ્યો જ્યાં સ્થિત છે, તે ક્ષેત્રને 'લોક' સંજ્ઞા આપી છે. તેથી જ ધર્માસ્તિકાયને લોકરૂપ અને લોક માત્ર કહ્યું છે. લોકાકાશ અને ધર્માસ્તિકાયના પ્રદેશોમાં સમાનતા બતાવવા તેને લોક પ્રમાણ કહ્યું છે. સર્વ પ્રદેશો લોકાકાશ સાથે સ્પષ્ટ છે અને ધર્માસ્તિકાય પોતાના સમસ્ત પ્રદેશો દ્વારા લોકને સ્પર્શે છે. તે જ રીતે ચારે અસ્તિકાય લોક પ્રમાણ છે. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ તે જ રીતે વ્યાપક છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય ધર્માસ્તિકાયની સમાન નથી. કારણ કે તે અનંત દ્રવ્ય રૂપ છે. તેમ છતાં લોકાકાશનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં જીવ અને પુદ્ગલ ન હોય. | १८ अहोलोए णं भंते ! धम्मत्थिकायस्स केवइयं फुसइ ?
गोयमा ! साइरेगं अद्धं फुसइ । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! અધોલોક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શે છે?