________________
[ ૩૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
શકાય નહીં. ११ से किं खाइए णं भंते ! धम्मत्थिकाए त्ति वत्तव्वं सिया ?
गोयमा! असंखेज्जा धम्मत्थिकाए पएसा, ते सव्वे कसिणा पडिपुण्णा णिरवसेसा एगगहणगहिया एस णं गोयमा ! धम्मत्थिकाए त्ति वत्तव्वं सिया, एवं अहम्मत्थिकाए वि, आगासत्थिकाय वि, जीवत्थिकाय, पोग्गलत्थिकाया वि एवं चेव णवरं तिण्णं पि पएसा अणंता भाणियव्वा, सेसं तं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! તો પછી "ધર્માસ્તિકાય' કોને કહેવાય?
ઉત્તર- હે ગૌતમ! ધર્માસ્તિકાયમાં અસંખ્યાત પ્રદેશો છે. તે પરિપૂર્ણ, નિરવશેષ તથા એકગ્રહણ ગૃહીત અર્થાતુ એક શબ્દથી કહેવા યોગ્ય હોય તે અિસંખ્યાત પ્રદેશાત્મક સંપૂર્ણ દ્રવ્યને ધર્માસ્તિકાય કહી શકાય છે. એ જ રીતે 'અધર્માસ્તિકાય' ના વિષયમાં જાણવું જોઈએ. તે જ રીતે આકાશાસ્તિકાય' 'જીવાસ્તિકાય અને પગલાસ્તિકાયના વિષયમાં પણ જાણવું. વિશેષતા એ છે કે તે ત્રણ દ્રવ્યોના અનંત પ્રદેશ કહેવા જોઈએ. શેષ પૂર્વવતું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અનેક પ્રશ્નોત્તરોના માધ્યમથી, ધર્માસ્તિકાયના એક પ્રદેશને, બે, ત્રણ આદિ, તેમજ એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાયન કહી શકાય, સમગ્ર પ્રદેશાત્મક દ્રવ્યને જ ધર્માસ્તિકાય કહેવાય. તેવો નિશ્ચય પ્રગટ કરી, તેને સમજાવ્યું છે. નિશ્ચયનયનું મંતવ્ય પ્રસ્તુતમાં બતાવ્યું છે કે જ્યાં સુધી એક પ્રદેશ પણ ન્યૂન હોય ત્યાં સુધી ધર્માસ્તિકાય આદિ કહી શકાય નહીં. જ્યારે સર્વ પ્રદેશ પરિપૂર્ણ થાય, ત્યારે જ તેને ધર્માસ્તિકાય આદિ કહેવાય છે. જ્યારે વસ્તુ પૂર્ણ હોય ત્યારે જ તે વસ્તુ કહેવાય છે. અપૂર્ણ વસ્તુને વસ્તુ કહેવાતી નથી. આ નિશ્ચય નયનું મંતવ્ય છે. વ્યવહારનયનું મંતવ્ય – વ્યવહારનયની દષ્ટિથી તો કિંચિત્ અપૂર્ણ વસ્તુ અથવા વિકૃત વસ્તુને પણ વસ્તુ જ કહેવાય છે. જેમ કે મોદકના ટુકડાને મોદક કહેવાય, કૂતરાના કાન કપાઈ ગયેલા હોવા છતાં તેને કૂતરો કહી શકાય છે. વસ્તુનો એક ભાગ વિકૃત થઈ જતાં તે વસ્તુ, અન્ય વસ્તુ બની જતી નથી પરંતુ મૂલ વસ્તુ જ રહે છે. કારણ કે વસ્તુની વિકૃતિ કે ન્યૂનતા મૂળ વસ્તુની ઓળખાણમાં બાધક બનતી નથી.
જીવાસ્તિકાયના અનંત પ્રદેશોનું કથન સમસ્ત જીવોની અપેક્ષાએ સમજવું જોઈએ. એક જીવ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ જ હોય છે. એક યુગલના સંખ્યાત અસંખ્યાત અથવા અનંત પ્રદેશ હોય છે. સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્યના અનંતાનંત પ્રદેશ હોય છે.