________________
૩૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૧
હોવાથી આકાશાસ્તિકાય પછી જીવાસ્તિકાયનું કથન છે અને અંતે જીવદ્રવ્યને ઉપયોગમાં આવતું હોવાના કારણે જીવાસ્તિકાય પછી પુદ્ગલાસ્તિકાયનું કથન કર્યું છે. પંચાસ્તિકાયનું સ્વરૂપ - તેમાં જીવ દ્રવ્ય સિવાયના ચાર અસ્તિકાય અજીવ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એક અને અખંડ દ્રવ્યરૂપ છે. શેષ બે દ્રવ્ય અનેક છે. પુદ્ગલ મૂર્ત છે. શેષ અસ્તિકાય અમૂર્તિ છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશાત્મક છે, આકાશ અનંત પ્રદેશાત્મક છે. એક જીવ અસંખ્ય પ્રદેશાત્મક છે, પુદ્ગલ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશાત્મક
ધમસ્તિકાય :- ગતિ ક્રિયામાં પરિણત જીવ અને પુદગલોને ગતિ ક્રિયામાં જે સહાયક બને તેને ધર્માસ્તિકાય કહે છે. જેમ કે માછલીની ગમન ક્રિયામાં જલ સહાયક બને છે, તે રીતે ધર્માસ્તિકાય ગતિ | ક્રિયામાં કેવળ ઉદાસીન નિમિત્ત બને છે, પ્રેરક નિમિત્ત નહીં અર્થાતુ ધર્માસ્તિકાયનું અસ્તિત્વ ગતિમાં માત્ર નિમિત્ત છે. તે કોઈને ગતિ કરવાની પ્રેરણા આપતું નથી. તે એક, અખંડ, અમૂર્ત, અસંખ્ય પ્રદેશાત્મક, અજીવ દ્રવ્ય છે.
અધર્માસ્તિકાય :- સ્થિતિ ક્રિયામાં પરિણત થતા જીવ અને પુદ્ગલોને ગતિપૂર્વક સ્થિત થવામાં જે સહાયક બને છે તે અધર્માસ્તિકાય છે. જેમ કે– વિશ્રામને ઈચ્છતા પથિકને ઘટાદાર વૃક્ષ સહાયક બને છે. આકાશાસ્તિકાય :- પ્રત્યેક દ્રવ્યને અવગાહના દાન કરે છે–આધારરૂપ બને છે. જેમ દૂધમાં સાકર, ભીંતમાં ખીલી, બોરના આધારભૂત કૂંડું વગેરે. જીવાસ્તિકાય:- ઉપયોગ ગુણચિતન્ય અથવા ચિત્—શક્તિ યુક્ત છે પુગલાસ્તિકાય:- ગ્રહણ ગુણવાન છે અર્થાત્ તેને ગ્રહણ, ધારણ કરી શકાય છે. ગ્રહણ એટલે પરસ્પર સંબંધ એવો અર્થ પણ થઈ શકે છે. ઔદારિક આદિ અનેક પુગલો સાથે જીવનો સંબંધ છે. અથવા પ્રાણધારી જીવ ઔદારિક આદિ અનેક જાતના પુગલોનું ગ્રહણ કર્યા કરે છે.
ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ :|७ एगे भंते ! धम्मत्थिकायपदेसे धम्मत्थिकाए त्ति वत्तव्वं सिया ?
गोयमा ! णो इणढे समढे । एवं दोण्णि वि तिण्णि वि चत्तारि वि पंच छ सत्त अट्ठ णव दस संखेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. અર્થાત્ ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાય નહીં. આ જ રીતે બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ પ્રદેશથી સંખ્યાત