________________
| શતક-૨ઃ ઉદ્દેશક-૧૦
૩૩૧ |
ઉપયોગ ગુણવાન છે. ६ पोग्गलत्थिकाए णं भंते ! कइवणे, कइगंधरसफासे ?
ગોયમાં ! પંવવો, પંરણે, દુધે, મટ્ટાણે, વી, અનીવે, सासए, अवट्ठिए, लोगदव्वे । से समासओ पंचविहे पण्णत्ते तं जहा- दव्वओ,
खेत्तओ, कालओ, भावओ, गुणओ । दव्वओ णं पोग्गलत्थिकाए अणताइ दव्वाइं, खेत्तओ लोयप्पमाणमेत्ते, कालओ ण कयाइ ण आसी जाव णिच्चे, भावओ वण्णमंते गंधरसफासमंते । गुणओ गहणगुणे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને કેટલા સ્પર્શ છે?
| ઉત્તર- હે ગૌતમ! પગલાસ્તિકાયમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ છે. તે રૂપી છે, અજીવ છે, શાશ્વત અને અવસ્થિત, લોક પ્રમાણ છે. સંક્ષેપથી તેનું કથન પાંચ પ્રકારે કરાય છે. યથા(૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાલથી, (૪) ભાવથી (૫) ગુણથી.
(૧)દ્રવ્યથી પગલાસ્તિકાય અનંત દ્રવ્યરૂપ છે. (૨) ક્ષેત્રથી પગલાસ્તિકાય લોક પ્રમાણ છે. (૩) કાલથી પગલાસ્તિકાય ક્યારે ય ન હતું તેમ નથી, તે નિત્ય છે. (૪) ભાવથી પુદ્ગલાસ્તિકાય વર્ણ સહિત, ગંધ સહિત, રસ સહિત અને સ્પર્શ સહિત છે. (૫) ગુણથી પુદ્ગલાસ્તિકાય ગ્રહણ ગુણવાળા છે.
વિવેચન :
જૈન દર્શન મૂળ બે તત્ત્વને સ્વીકારે છે. જીવ અને અજીવ. પંચાસ્તિકાય તેનો જ વિસ્તાર છે. જીવ અને અજીવને સાંખ્ય આદિ દ્વૈતવાદી દર્શન પણ માને છે, પરંતુ અસ્તિકાયનો સિદ્ધાંત ભગવાન મહાવીરનો સર્વથા મૌલિક સિદ્ધાંત છે. જીવ દ્રવ્યની તુલના સાંખ્ય સમ્મત પુરુષ સાથે અને પુદ્ગલની તુલના પ્રકૃતિ સાથે કદાચ કરી શકાય છે અને આકાશને પ્રાયઃ સર્વ દર્શનો સ્વીકારે છે પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યનો ઉલ્લેખ અન્ય કોઈ પણ દર્શનોમાં થયો નથી. તેમજ 'અસ્તિકાય'નો શબ્દપ્રયોગ પણ અન્યત્ર ક્યાં ય નથી. અસ્તિકાય શબ્દ અસ્તિત્વનો વાચક છે.
અતિકાય - 'અસ્તિ' શબ્દત્રિકાલસૂચક નિપાત[અવ્યયી છે અને કાય એટલે સમૂહ અર્થાતુ જે પ્રદેશોનો સમૂહ, ત્રિકાલ શાશ્વત છે, તે અસ્તિકાય અથવા અતિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. જે દ્રવ્ય પ્રદેશોના સમૂહરૂપ હોય તેને અસ્તિકાય કહે છે.
પંચાસ્તિકાયનો અનુકમ - 'ધર્મ' શબ્દ મંગલ સૂચક હોવાથી દ્રવ્યોમાં સર્વ પ્રથમ ધર્માસ્તિકાય કહ્યું છે. ધર્મથી વિપરીત અધર્મ છે, તેથી ધર્માસ્તિકાય પછી અધર્માસ્તિકાય કહ્યું છે. તે બંને દ્રવ્યના આધારરૂપ હોવાથી ત્યાર પછી આકાશાસ્તિકાય કહ્યું છે.આકાશાસ્તિકાય સાથે અમૂર્તત્વ અને અનંતત્વનું સામ્ય