________________
[ ૩૩૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
(૧) દ્રવ્યથી ધમસ્તિકાય- એક દ્રવ્ય છે. (૨) ક્ષેત્રથી ધર્માસ્તિકાય-લોક પ્રમાણ છે. (૩) કાલથી ધમસ્તિકાય- ક્યારે ય ન હતું તેમ નથી, ક્યારે ય ન હોય તેમ નથી ક્યારે ય નહિ હોય, તેમ પણ નથી અર્થાત તે હતું, છે અને હશે. તે નિત્ય છે. (૪) ભાવથી ધર્માસ્તિકાય-વર્ણ રહિત, ગંધ રહિત, રસ રહિત અને સ્પર્શ રહિત છે. (૫) ગુણથી ધર્માસ્તિકાય–ગતિસહાય ગુણ ધરાવે છે અર્થાતુ ગતિશીલ જીવો અને પુદ્ગલોના ગમનમાં સહાયક નિમિત્ત બને છે.
३ अहम्मत्थिकाए वि एगं, णवरं गुणओ ठाणगुणे । ભાવાર્થ :- જે રીતે ધર્માસ્તિકાયનું કથન કર્યું, તે જ રીતે અધર્માસ્તિકાયના વિષયમાં પણ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે અધર્માસ્તિકાય ગુણની અપેક્ષાએ સ્થિતિ સહાયક છે અર્થાતુ જીવ અને પુદ્ગલની સ્થિતિમાં સહાયક બને છે. | ४ आगासत्थिकाए वि एगं चेव, णवरं खेत्तओ णं आगासस्थिकाए लोयालोयप्पमाणमेत्ते, अणंते चेव जाव गुणओ अवगाहणागुणे । ભાવાર્થ :- આકાશાસ્તિકાયના વિષયમાં પણ તે જ પ્રમાણે કથન કરવું જોઈએ, વિશેષતા એ છે કે આકાશાસ્તિકાય ક્ષેત્રની અપેક્ષાએ લોકાલોક પ્રમાણ [અનંત) છે અને ગુણની અપેક્ષાએ અવગાહના પ્રદાન કરવાના ગુણવાળો છે.
५ जीवत्थिकाए णं भंते ! कइवण्णे, कइगंधे, कइरसे, कइफासे ? ____ गोयमा ! अवण्णे जाव अरूवी, जीवे सासए, अवट्ठिए लोगदव्वे। से समासओ पंचविहे पण्णत्तेतं जहा- दव्वओ जाव गुणओ। दव्वओणं जीवत्थिकाए अणताइ जीवदव्वाइ, खेत्तओ लोगप्पमाणमेत्ते, कालओ ण कयाइ ण आसी जाव णिच्चे, भावओ पुण अवण्णे अगंधे अरसे अफासे, गुणओ उवओगगुणे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને કેટલા સ્પર્શ છે?
ઉત્તર- હે ગૌતમ! જીવાસ્તિકાય વર્ણ, ગંધ રસ અને સ્પર્શ રહિત છે. તે અરૂપી છે. તે જીવ [આત્મા) છે. શાશ્વત, અવસ્થિત, લોકપ્રમાણ દ્રવ્ય[અસંખ્યાત આત્મપ્રદેશોની અપેક્ષાએ અથવા સર્વ આત્માઓની અપેક્ષાએછે. સંક્ષેપથી જીવાસ્તિકાયનું કથન પાંચ પ્રકારે કરાય છે, યથા– (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાલથી, (૪) ભાવથી (૫) ગુણથી.
(૧) દ્રવ્યથી જીવાસ્તિકાય અનંત જીવ દ્રવ્ય સ્વરૂપ છે. (૨) ક્ષેત્રથી જીવાસ્તિકાય લોક પ્રમાણ છે. અર્થાત્ અનંત જીવો લોકમાં ભરેલા છે. (૩) કાળથી જીવાસ્તિકાય ક્યારે ય ન હતો તેમ નથી તેમજ તે નિત્ય છે. (૪) ભાવથી જીવાસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. (૫) ગુણથી જીવાસ્તિકાય