________________
૩૧૬
OR
D
શતક-ર : ઉદ્દેશક-૬
ભાષા
શ્રી ભગવતી સૂત્ર–૧
OR zÕØ
ભાષાનું વર્ણન :
१ से णू णं भंते! मण्णामि त्ति ओहारिणी भासा ? एवं भासापदं भाणियव्वं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું ભાષા, પદાર્થનું અવધારણ–જ્ઞાન કરાવનારી છે, એમ માનવું જોઈએ ?
ઉત્તર– હે ગૌતમ ! અહીં પ્રજ્ઞાપના સૂત્રના અગિયારમાં ભાષા પદનું સમગ્ર વર્ણન જાણવું. વિવેચન :
પ્રસ્તુત છઠ્ઠા ઉદ્દેશકમાં એક જ સૂત્ર દ્વારા પ્રજ્ઞાપના-સૂત્રના ભાષાપદમાં વર્ણિત સમગ્ર વર્ણનનો નિર્દેશ કર્યો છે.
જેના દ્વારા પોતાનો અભિપ્રાય પ્રગટ થાય છે, તે ભાષા છે. એકેન્દ્રિય સિવાયના પ્રત્યેક જીવોમાં ભાષા વિદ્યમાન છે. ભાષા, ભાષાવર્ગણાના પુદ્ગલોમાંથી ઉત્પન્ન થાય છે. તેથી તે મૂર્તિક છે. નૈયાયિકો વગેરે અન્ય દાર્શનિકો શબ્દને આકાશનો ગુણ માને છે. આકાશનો ગુણ હોવાથી તે અમૂર્ત છે. જ્યારે જૈન સિદ્ધાંતકારો તેને પુદ્ગલની પર્યાય માને છે. પુદ્ગલના અનેક ભેદ છે. શાસ્ત્રકારોએ તેને આઠ વિભાગમાં વિભાજિત કર્યા છે. (૧) ઔદારિકવર્ગણા (૨) વૈક્રિયવર્ગણા (૩) આહારક વર્ગણા (૪) તૈજસ વર્ગણા (૫) ભાષા વર્ગણા (૬) શ્વાસોચ્છ્વાસવર્ગણા (૭) મનોવર્ગણા (૮)કાર્પણવર્ગણા. એક જાતિના પુદ્ગલ સમૂહને વર્ગણા કહે છે.
ભાષા વર્ગણાના પુદ્ગલનું ભાષા રૂપે પરિણમન કઈ રીતે થાય છે ? કોણ કરે છે ? તથા તેના ભેદ–પ્રભેદ વગેરે વિષયોનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના અગિયારમાં પદમાં કર્યું છે. તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે–
(૧) ભાષાના ભેદ :- મુખ્ય ચાર ભેદ છે– (૧) સત્યા (૨) અસત્યા (૩) સત્યામૃષા (મિશ્ર—સત્ય અને અસત્ય બંને ભાવથી યુક્ત ભાષા) (૪) અસત્યામૃષા વ્યવહાર ભાષા–આમંત્રણી આજ્ઞાપની આદિ સત્ય-અસત્યથી ભિન્ન ભાષા