________________
શતક–૨: ઉદ્દેશક-૫
_.
[ ૩૧૫ |
ઉત્તર- હે ગૌતમ! અન્યતીર્થિક જે આ પ્રમાણે કહે છે, ભાષણ કરે છે બતાવે છે અને પ્રરૂપણા કરે છે કે રાજગૃહ નગરની બહાર એક મહાન પાણીનો કુંડ છે. પ્રશ્નોક્ત કથન ત્યાં સુધી કરવું કે ગરમ-ગરમ પાણી વહે છે. તેઓનું આ કથન મિથ્યા છે. પરંતુ હે ગૌતમ ! આ પ્રમાણે કહું છું, ભાષણ કરું છું, બતાવું છું અને પ્રરૂપણા કરું છું કે રાજગૃહ નગરની બહાર વૈભારગિરિની નિકટ એક 'મહાતપોપતીર-પ્રભવ' નામનું ઝરણું છે. તેની લંબાઈ, પહોળાઈ પાંચસો ધનુષ છે. તેનો આગળનો ભાગ અનેક પ્રકારના વૃક્ષોથી સુશોભિત છે, સુંદર છે, પ્રસન્નતાજનક છે, દર્શનીય છે, રમણીય છે અને પ્રતિરૂપ છે, દર્શકોના નેત્રોને સંતુષ્ટ કરનાર છે તે ઝરણામાં અનેક ઉષ્ણ–યોનિ વાળા જીવો અને પુદ્ગલ જલરૂપે ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, શ્રુત થાય છે અને ઉપચય વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તે સિવાય તે ઝરણામાંથી હંમેશાં પરિમિત ગરમ-ગરમ પાણી ઝરતું રહે છે. હે ગૌતમ! તે મહાતપોપતીર–પ્રભવ નામનું ઝરણું છે અને હે ગૌતમ! તે જ મહાતપોપતીર–પ્રભવ નામના ઝરણાનું તાત્પર્ય છે.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાજગૃહના વૈભારગિરિની નિકટ આવેલા ઉષ્ણજલના સોતના સંબંધમાં અન્યતીર્થિકોના મંતવ્યને મિથ્યા કહીને ભગવાને યથાર્થ મંતવ્યનું પ્રરૂપણ કર્યું છે. દરણ અવે (ખે) :- 'માં' નામક દ્રહ. અચમત અનુસાર વૈભારગિરિની નિકટ '' નામક દ્રહ-કંડ છે. પરંતુ પ્રભુ કથનાનુસાર તે "મહાતપોપતીર પ્રભવ" નામનું ઝરણું છે. અહીં મૂળપાઠમાં 'અરે'ના સ્થાને 'અને' શબ્દ પણ મળે છે, તે અશુદ્ધ છે. ટીકાકારે 'હર અવે' શબ્દનો 'અ'નામક દ્રહ, એવો અર્થ કર્યો છે. નીવા જતા ૪ કલાત્તાપ નEGR નિ:- જીવ અને પદગલ બંને જલરૂપે ઉત્પન્ન થાય છે. પુગલનું પાણીરૂપે પરિણમન થાય છે. આ પાઠથી સિદ્ધ થાય છે કે જલ સચિત્ત અને અચિત્ત બને પ્રકારનું હોય છે. અહીં દર્શાવ્યું છે કે ગરમ પાણીના કુંડમાં ઉષ્ણુયોનિક જીવો હોય છે, જે જીવ ગરમ પાણીમાં જન્મે છે અને જીવે છે. તે જલ સચિત્ત છે.
શતક ર/પ સંપૂર્ણ