________________
શતક-૨: ઉદ્દેશક-
s
.
| | ૩૧૭ |
(૨) ભાષાનું મૂળ કારણ – જીવ છે. (૩) ભાષાની ઉત્પત્તિ - ઔદારિક, વૈક્રિય અને આહારક તે ત્રણ સ્થૂલ શરીરથી થાય છે. (૪) ભાષાનું સ્થાન – વજના આકારનું હોય છે. (૫) ભાષાના પુદ્ગલ – લોકના અંત સુધી જાય છે. () ભાષારૂપે ગ્રહણ કરાતા પુદ્ગલો:-દ્રવ્યથી અનંત પ્રદેશ સ્કંધ, ક્ષેત્રથી અસંખ્યાત આકાશપ્રદેશોને અવગાહિત થઈને રહેલા સ્કંધ, કાલથી એક, બે, ત્રણ સમય આદિ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ સ્કંધ અને ભાવથી પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શમાંથી ચાર સ્પર્શ [સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણવાળા પુદ્ગલ સ્કંધ તથા નિયમતઃ છએ દિશામાં રહેલા ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શકે છે.
() સાન્તર-નિરન્તર :- ભાષા વર્ગણાના પુગલો નિરંતર ગ્રહણ થાય છે અને સાંતર છોડાય છે. સાંતરનો અર્થ અટકી-અટકીને નહિ પરંતુ સાંતરનો વાસ્તવિક અર્થ એ છે કે, પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલો દ્વિતીય સમયે છોડાય, દ્વિતીય સમયના ગૃહીત યુગલો તૃતીય સમયે છોડાય ઈત્યાદિ. પ્રથમ સમયમાં કેવલ ગ્રહણ થાય છે અને અંતિમ સમયમાં કેવલ ત્યાગ છોડાય છે. મધ્યના સમયોમાં નિરંતર ગ્રહણ અને ત્યાગ બંને ક્રિયા થાય છે.
(૮) ભાષાની સ્થિતિ :- જઘન્ય એક સમયની, ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયની.
(૯) ભાષાનું અંતર – જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાલનું. (૧૦) ભાષાના પુદ્ગલોનો ગ્રહણ અને ત્યાગ:- કાયયોગથી ગ્રહણ થાય અને વચનયોગથી તેનો ત્યાગ થાય.
ગ્રહણકાલ :- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્ય સમય.
ત્યાગકાલ :- જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનો અંતર્મુહૂર્ત. (૧૧) ચાર પ્રકારની ભાષાનું નિમિત્ત :સત્યભાષા :- જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ કે ક્ષયના નિમિત્તથી સત્યભાષા બોલાય છે. અસત્ય ભાષા – જ્ઞાનાવરણીય અને દર્શનવરણીય કર્મનો ક્ષયોપશમ અને મોહનીય કર્મના ઉદયથી અસત્ય ભાષા બોલાય છે.
સત્યામષા-મિશ્રભાષા :- જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને મોહનીય કર્મના