________________
શતક–૨ ઃ ઉદ્દેશક-પ
નોયમા !
सवणे णाणे य विण्णाणे, पच्चक्खाणे य संजमे । अणण्हए तवे चेव, वोदाणे अकिरिया सिद्धि ॥
૩૧૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અક્રિયાપણાનું ફળ શું છે ?
ઉત્તર– હે ગૌતમ ! અક્રિયાપણાનું ફળ સિદ્ધિ છે.
ગાથાર્થ :– (૧) પર્યુપાસનાનું ફળ શ્રવણ (૨) શ્રવણનું ફળ જ્ઞાન (૩) જ્ઞાનનું ફળ વિજ્ઞાન (૪) વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન (૫) પ્રત્યાખ્યાનનું ફળ સંયમ (૬) સંયમનું ફળ અનાશ્રવપણું (૭) અનાશ્રવપણાનું ફળ તપ (૮) તપનું ફળ વ્યવદાન (૯) વ્યવદાનનું ફળ અક્રિયાપણું (૧૦) અક્રિયાપણાનું ફળ સિદ્વિ–મોક્ષ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રમણ માહણની પર્યુપાસનાથી થતી અધ્યાત્મ-વિકાસની દશ ભૂમિકાનો ઉલ્લેખ છે. સત્સાહિત્યમાં 'સત્સંગ' શબ્દ પ્રચલિત છે. સત્સંગથી થતી ઉર્દ્વારોહણની પ્રક્રિયાનું એક સુંદર ચિત્ર અહીં ઉપલબ્ધ થાય છે.
શ્રમણ :– તેના ત્રણ અર્થ થાય છે. શ્રમણ—જે આત્મગુણોના પ્રગટીકરણ માટે શ્રમ કરે છે, સમન– પ્રાણીમાત્ર પર સમભાવ રાખે, તેને આત્મવત્ સ્વીકારે તે, શમન– જે વિષય કષાયને ઉપશાંત કરે તે.
:
માહણ – સ્વયં દૈનન નિવૃત્તાત્ પર પ્રતિ મા હન, મા હન વતિ ત્યેવં શીલ: યસ્ય સ માહળઃ જે સ્વયં કોઈ પણ જીવનું હનન કરે નહીં અને અન્યને પણ મા—હણ, હણો નહી, મારો નહીં, આ પ્રકારનો અહિંસાનો ઉપદેશ આપે છે. આ પ્રકારનું જેનું આચરણ છે તે માહણ કહેવાય છે. ઉપલક્ષણથી મૂલગુણોના પાલકને માહણ કહે છે અથવા વ્રતધારી શ્રાવકને પણ માહણ કહેવાય છે.
--
સત્સંગથી અધ્યાત્મ વિકાસની દશ ભૂમિકા : - (૧) શ્રવણ- ધર્મ અથવા અધ્યાત્મ સાહિત્યનું શ્રવણ. (૨) જ્ઞાન– શ્રુતજ્ઞાન. (૩) વિજ્ઞાન– હેય–ઉપાદેયના વિવેકરૂપ વિશિષ્ટ જ્ઞાન. (૪) પ્રત્યાખ્યાન– હેયનો ત્યાગ—છોડવા લાયક વસ્તુનો ત્યાગ. (૫) સંયમ– ઈન્દ્રિય અને મનનો સંયમ. (૬) અનાશ્રવ– નવા કર્મોનો નિરોધ. (૭) તપ– વિશિષ્ટ પ્રકારની શુભ પ્રવૃત્તિ અથવા બાર પ્રકારે તપ. (૮) વ્યવદાન– જૂના કર્મોની નિર્જરા અથવા આત્મદોષોની શુદ્ધિ. (૯) અક્રિયા– મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો નિરોધ. (૧૦) સિદ્ધિ– મોક્ષ.
દશ ક્રમિક અવસ્થાઓને પ્રાપ્ત કરતા આત્મા અંતિમ લક્ષ્યને સિદ્ધ કરે છે. આ રીતે શ્રમણ સેવાનું અનંતર ફળ ધર્મ શ્રવણ અને પરંપર ફળ મોક્ષ છે.