________________
૩૧૨
શ્રી ભગવતી સૂત્ર–૧
ઉત્તર– હે ગૌતમ ! જ્ઞાનનું ફળ વિજ્ઞાન છે. જ્ઞાનથી હેય અને ઉપાદેય તત્ત્વના વિવેકની પ્રાપ્તિ
થાય છે.
२९ से णं भंते ! विण्णाणे किंफले ? पच्चक्खाणफले । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે વિજ્ઞાનનું શું ફળ છે ?
ઉત્તર– હે ગૌતમ ! વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન છે. હેય પદાર્થોનો ત્યાગ છે. ३० से णं भंते ! पच्चक्खाणे किंफले ? संजमफले ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! પ્રત્યાખ્યાનનું શું ફળ છે ?
ઉત્તર- હે ગૌતમ ! પ્રત્યાખ્યાનનું ફળ સંયમ-સર્વ સાવધે ત્યાગરૂપ સંયમ અથવા પૃથ્વીકાયાદિનો ૧૭ પ્રકારનો સંયમ છે.
३१ से णं भंते ! संजमे किंफले ? अणण्यफले ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંયમનું ફળ શું છે ?
ઉત્તર– હે ગૌતમ ! સંયમનું ફળ અનાશ્રવત્વ છે. નવા કર્મોનો બંધ ન થવો. ३२ से णं भंते ! अणण्हए किं फले ? तवफले । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનાશ્રવનું ફળ શું છે ?
ઉત્તર– હે ગૌતમ ! અનાશ્રવનું ફળ તપ છે.
३३ से णं भंते ! तवे किं फले ? वोदाणफले । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તપનું ફળ શું છે ?
ઉત્તર– હે ગૌતમ ! તપનું ફળ વ્યવદાન છે અર્થાત્ કર્મનાશ છે. ३४ से णं भंते ! वोदाणे किं फले ? अकिरियाफले ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વ્યવદાનનું શું ફળ છે ?
ઉત્તર– હે ગૌતમ ! વ્યવદાનનું ફળ અક્રિયાપણુ છે.
३५ से णं भंते ! अकिरिया किं फला ? सिद्धिपज्जवसाणफला पण्णत्ता