________________
શતક–૨: ઉદ્દેશક-૫
_
૩૧૧ ]
देवा देवलोएसु उववजंति, संगियाए देवा देव- लोएसु उववज्जति, पुव्वतवेणं, पुव्वसंजमेणं, कम्मियाए, संगियाए अज्जो! देवा देवलोएसु उववज्जति, सच्चे णं एसमढे णो चेव णं आयभाववत्तव्वयाए । ભાવાર્થ :- હે ગૌતમ ! હું પણ આ જ પ્રકારે કહું છું, ભાષણ કરું છું, પ્રજ્ઞાપન–બતાવું છું, પ્રરૂપણા કરું છું કે પૂર્વ તપના કારણે દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે, પૂર્વ સંયમના કારણે દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. કર્મશેષ રહેવા પર દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે, સરાગ અવસ્થાના કારણે દેવતા, દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે આર્યો ! પૂર્વતપથી, પૂર્વ સંયમથી, કર્માવશેષથી અને સરળતાથી દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ વાત સત્ય છે તેથી તેઓએ કહી છે, પરંતુ પોતાનો અહંકાર પ્રદર્શિત કરવા માટે કહી નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શ્રી ગૌતમસ્વામીએ રાજગૃહમાં ભિક્ષાટન કરતા સમયે, ભગવાન પાર્શ્વ પરંપરાના વિરોની જ્ઞાનશક્તિના સંબંધમાં જે સાંભળ્યું હતું, તે સંબંધમાં જિજ્ઞાસાવશ શ્રમણ ભગવાન મહાવીરને વિવિધ દૃષ્ટિકોણથી પ્રશ્નો પૂછીને સમાધાન પ્રાપ્ત કર્યું. તેનું સાંગોપાંગ નિરૂપણ અહીં છે.
શ્રમણ પર્યાપાસનાનું ફળ :२६ तहारूवं णं भंते ! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किं फला पज्जुवासणा ? गोयमा ! सवणफला । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તથારૂપ જેિવો વેશ છે, તદનુરૂપ ગુણવાળા]ના શ્રમણ અથવા માહણની પર્યુપાસના કરનાર મનુષ્યને, તેની પપાસનાનું શું ફળ પ્રાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તથારૂપના શ્રમણ-માહણના પર્યાપાસકને તેની પર્યાપાસનાનું શ્રવણસત્—શાસ્ત્ર-શ્રવણરૂપ ફળ પ્રાપ્ત થાય છે. | २७ से णं भंते ! सवणे किंफले ? णाणफले । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે શ્રવણનું શું ફળ છે?
ઉત્તર- હે ગૌતમ! શ્રવણનું ફળ જ્ઞાન છે અર્થાત્ શાસ્ત્રશ્રવણથી જ્ઞાનલાભ થાય છે. २८ से णं भंते ! णाणे किंफले ? विण्णाणफले । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે જ્ઞાનનું શું ફળ છે?