________________
[ ૩૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
શબ્દાર્થ :- મયા = સમ્યક, સમ્યક પ્રકારે જ્ઞાત, શાસ્ત્રજ્ઞાનમાં શ્રમ કર્યો છે જેણે તેવા અભ્યસ્ત,
ઊંન્દ્રિય = આયોગિક–ઉપયોગવાનું, પતિfwય = પ્રાયોગિક અથવા પરિયોગિક = પરિજ્ઞાની = સર્વતોમુખી જ્ઞાનવાન, અખબૂ = અસમર્થ, કવાદુ = અથવા.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તે સ્થવિર ભગવંતો શ્રમણોપાસકોએ પૂછેલા પ્રશ્નોના આ પ્રકારના ઉત્તર આપવામાં સમર્થ છે અથવા અસમર્થ છે?
હે ભગવન્! શું તે સ્થવિર ભગવંતો, શ્રમણોપાસકોએ પૂછેલા પ્રશ્નોના આ પ્રકારના ઉત્તર આપવામાં સમર્થ છે કે અસમર્થ છે?
હે ભગવન્! શું તે સ્થવિર ભંગવંતો, શ્રમણોપાસકોએ પૂછેલા પ્રશ્નોના આ પ્રકારના ઉત્તર આપવામાં સમ્યકરૂપે અભ્યસ્ત છે કે અનભ્યસ્ત છે?
હે ભગવન્! શું તે સ્થવિર ભગવંતો, શ્રમણોપાસકોએ પૂછેલા પ્રશ્નોના આ પ્રકારના ઉત્તર આપવામાં ઉપયોગયુક્ત છે કે ઉપયોગયુક્ત નથી?
હે ભગવન્! શું તે સ્થવિર ભગવંતો, શ્રમણોપાસકોએ પૂછેલા પ્રશ્નોના આ પ્રકારના ઉત્તર આપવામાં વિશિષ્ટ જ્ઞાનવાન છે કે વિશિષ્ટ જ્ઞાનવાન નથી? યથા- હે આર્યો! પૂર્વતપથી દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે તથા પૂર્વ સંયમથી, કર્મિતાથી અને સંગિતાથી દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ વાત સત્ય છે, તેથી અમે કહીએ છીએ પરંતુ અમારા અહંભાવથી અમે કહેતા નથી.
અન્વયાર્થ- હે ભગવન્! તે સ્થવિર ભગવંતોએ આ પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો કે, હે આર્યો! પૂર્વ તપથી દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે, પૂર્વસંયમથી, કર્મિતાથી અને સંગિતાથી દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ અર્થ સત્ય છે તેથી અમે કહ્યો છે પરંતુ અમારા અહંભાવથી અમે કહેતા નથી. તો હે ભગવન્! શ્રમણોપાસકોએ પૂછેલા પ્રશ્નોના આ પ્રમાણે ઉત્તર આપવામાં સ્થવિર ભગવંતો સમર્થ છે કે અસમર્થ? સમ્યગુરૂપે અભ્યસ્ત છે કે અનભ્યસ્ત? ઉપયોગયુક્ત છે કે અનુપયુક્ત છે? તેઓ વિશિષ્ટજ્ઞાની છે કે વિશિષ્ટ જ્ઞાની નથી?
ઉત્તર- હે ગૌતમ! તે સ્થવિર ભગવંતો તે શ્રમણોપાસકોને આ પ્રકારના ઉત્તર આપવામાં સમર્થ છે, અસમર્થ નથી. શેષ પૂર્વવત્ જાણવું કે તે સમ્યકરૂપે જ્ઞાન સંપન્ન છે અથવા અભ્યસ્ત છે. અસંપન્ન તથા અનવ્યસ્ત નથી. તે વિશિષ્ટ જ્ઞાની છે(સર્વતોમુખી જ્ઞાની છે), સામાન્ય જ્ઞાની નથી. તે ઉપયોગ યુક્ત છે, ઉપયોગ રહિત નથી. આ વાત સત્ય છે તેથી તે સ્થવિરોએ કહી છે પરંતુ પોતાના અહંભાવને વશ થઈને કહી નથી. | २५ अहं पिणं गोयमा ! एवमाइक्खामि भासेमि पण्णवेमि परूवेमि-पुव्वतवेणं देवा देवलोएसु उववज्जति, पुव्वसंजमेणं देवा देवलोएसु उववज्जति, कम्मियाए