________________
शत:-२:6देश-५
| उ०८ |
इमाई एयारूवाइं वागरणाइं पुच्छिया- संजमे णं भंते ! किं फले, तवे किं फले ? तं चेव जाव सच्चे णं एसमढे, णो चेव णं आयभाववत्तव्वयाए ।। ભાવાર્થ :-તત્પશ્ચાતુ શ્રમણ ભગવાન ગૌતમે, આ પ્રકારની વાત સાંભળી તો તેને તેિ વાતની જિજ્ઞાસા) શ્રદ્ધા આદિ ઉત્પન્ન થયા અને તેના મનમાં કુતૂહલ પણ જાગ્યું, તેથી ભિક્ષાવિધિથી આવશ્યક્તાનુસાર ભિક્ષા લઈને, રાજગૃહ નગરમાંથી બહાર નીકળ્યા અને અત્વરિતગતિપૂર્વક, ઈર્યા શોધન કરતાં, જ્યાં ગુણશીલક ઉધાન હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા, તેમની સમીપે આવ્યા. તેમની નિકટ ઉપસ્થિત થઈનેગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કર્યું. એષણાદોષોની આલોચના કરી. પછી પ્રાપ્ત આહાર–પાણી ભગવાનને બતાવ્યા, તત્પશ્ચાત્ શ્રી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે નિવેદન કર્યું– "હે ભગવન્! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને રાજગૃહ નગરમાં ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કુલોમાં ભિક્ષાચર્યાની વિધિ અનુસાર ભિક્ષાટન કરી રહ્યો હતો. તે સમયે અનેક લોકોના મુખેથી આ પ્રકારના ઉદ્ગાર સાંભળ્યા કે તુંગિયા નગરીની બહાર પુષ્પવતિકા નામના ઉધાનમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સ્થવિર ભગવાન પધાર્યા હતા, તેમને ત્યાંના શ્રમણોપાસકે આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા કે, હે ભગવન્! સંયમનું શું ફળ છે? અને તપનું શું ફળ છે?" સંપૂર્ણ વર્ણન ત્યાં સુધી જાણવું કે આ વાત સત્ય છે તેથી કહી છે. પરંતુ અમે અહંભાવને વશ થઈને કરી નથી.
२४ तं पभू णं भंते ! ते थेरा भगवंतो तेसिं समणोवासयाणं इमाई एयारूवाई वागरणाई वागरेत्तए, उदाहु अप्पभू?
समिया णं भंते ! ते थेरा भगवंतो तेसिं समणोवासयाणं इमाइ एयारूवाई वागरणाई वागरित्तए, उदाहु असमिया ?
आउज्जिया णं भंते ! ते थेरा भगवंतो तेसिं समणो- वासयाणं इमाई एयारूवाइं वागरणाइं वागरेत्तए, उदाहु अणाउज्जिया?
पलिउज्जिया णं भंते ! ते थेरा भगवंतो तेसिं समणोवासयाणं इमाई एयारूवाइं वागरणाइं वागरेत्तए, उदाहु अपलिउज्जिया?
पुव्वतवेणं अज्जो ! देवा देवलोएसु उवजंति । पुव्वसंजमेणं, कम्मियाए संगियाए अज्जो ! देवा देवलोएसु उववज्जति, सच्चे णं एसमढे, णो चेव णं आयभाववत्तव्वयाए ।
पभू णं गोयमा ! ते थेरा भगवंतो तेसिं समणोवासयाणं इमाई एयारूवाइं वागरणाइं वागरेत्तए, णो चेव णं अप्पभू । तह चेव णेयव्वं अविसेसियं जाव सच्चे णं एसमढे णो चेव णं आयभाववत्तव्वयाए।