________________
શતક—૨ ઃ ઉદ્દેશક-૫
૩૦૭
જવાની ઈચ્છા રાખું છું. ભગવાને કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ આપને સુખ ઊપજે તેમ કરો પરંતુ વિલંબ ન કરો.
२१ तए णं भगवं गोयमे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महवीरस्स अंतियाओ गुणसिलाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता अतुरियमचवलमसंभंते जुगंतरपलोयणाए दिट्ठीए पुरओ रियं सोहमाणे सोहमाणे जेणेव रायगिहे णयरे उवागच्छइ, उवागच्छित्ता रायगिहे णयरे उच्च-णीय-मज्झियाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियं अडइ |
શબ્દાર્થ:- દસમુવાળK = ગૃહ સમુદાન– અર્થાત્ અનેક ઘરોની ભિક્ષા લેવાને માટે, મિવારિયાર્ - ભિક્ષાચર્યાની વિધિ પૂર્વક, ગુવંતર = યુગાન્તર–ધૂંસર પરિમાણ, પલોયળદ્ જોતા, અર્ = પર્યટન કરવા લાગ્યા.
=
ભાવાર્થ :- ત્યાર પછી ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવાન ગૌતમ સ્વામી, શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ગુણશીલ ઉધાનમાંથી બહાર નીકળ્યા. અત્વરિત, ચપલતા રહિત અને સંભ્રાંતતા રહિત થઈને, યુગાન્તર [ઘૂસર પ્રમાણ–સાડાત્રણ હાથ] પ્રમાણ દૂરની ભૂમિનું અવલોકન કરતાં, પોતાની દૃષ્ટિથી આગળ–આગળના ગમન–માર્ગનું શોધન કરતાં, [અર્થાત્ ઈર્યા સમિતિપૂર્વક ચાલતા] જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવ્યા. ત્યાં આવીને ઉચ્ચ, નિમ્ન(સામાન્ય) અને મધ્યમ કુલોના ગૃહ સમુદાયમાં ભિક્ષાચરી માટે પર્યટન કરવા લાગ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીરનું રાજગૃહમાં પદાર્પણ, ગૌતમસ્વામીનું છઠ છઠનું તપશ્ચરણ, પારણાના દિવસે સાધુચર્યાથી નિવૃત્ત થઈને, ભગવાનની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક ભિક્ષાટન વગેરે વિષયોનું સુંદર વર્ણન કર્યું છે. આ વર્ણનથી નિદ્રંથ મુનિઓની અપ્રમત્તતાપૂર્વકની દિનચર્યાની ઝાંખી થાય છે.
અહીં મૂળપાઠમાં માયળારૂં બહુવચનાંત શબ્દપ્રયોગ છે. તેથી સ્થવિરકલ્પી સાધુને એકથી અધિક અર્થાત્ ત્રણ પાત્ર રાખવા તે શાસ્ત્ર સંમત છે.
ગ્રંથકાર અને કોઈક ટીકાકાર સ્થવિરકલ્પી સાધુને એક જ પાત્ર રાખવાનું કથન કરે છે અને માત્રક રૂપ પાત્ર રાખવાનું વિધાન પણ પાછળથી આચાર્યોએ કર્યું છે, તેમ કહે છે તે યોગ્ય નથી.
ઉપરોક્ત પાઠમાં મત્તપાળ પહિવસેફ પાઠ છે. ગૌતમ સ્વામીએ આહાર–પાણી ભગવાનને બતાવ્યા. જો એક જ પાત્ર હોય તો આહાર–પાણી બંને સાથે કઈ રીતે લઈ શકાય ? તેથી સિદ્ધ થાય છે કે સાધુ એકથી અધિક પાત્ર રાખતા હતા.