________________
| ૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
છે. તેથી વ્યવદાન એટલે કર્મોને કાપવા અથવા કર્મકૃત મલિનતાને દૂર કરી, આત્મશુદ્ધિ કરવી. રાજગૃહીમાં ગૌતમસ્વામીનું ભિક્ષાર્થ ગમન :| १९ तेणं कालेणं तेणं समएणं रायगिहे णाम णयरे जाव परिसा पडिगया।
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णाम अणगारे जाव संखित्तविउलतेयलेस्से छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं भावेमाणे विरहइ । ભાવાર્થ :- કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ, ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ગઈ.
તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી શિષ્ય ઈન્દ્રભૂતિ નામના અણગાર હતા, તે પૂર્વોક્ત અનેક ગુણોથી સંપન્ન હતા. તેમણે વિપુલ તેજોલેશ્યાને પોતાના શરીરમાં જ સંક્ષિપ્ત કરી રાખી હતી. તે નિરંતર છઠ છઠના તપશ્ચરણથી તથા સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. | २० तए णं से भगवं गोयमे छट्ठक्खमणपारगगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, बीयाए पोरिसीए झाणं झियायइ, तइयाए पोरिसीए अतुरियमचवलमसंभंते मुहपोत्तियं पडिलेहेइ, पडिलेहित्ता भायणाइंवत्थाई पडिलेहेइ, पडिलेहित्ता भायणाई पमज्जइ, पमज्जित्ता भायणाई उग्गहेइ उग्गहित्ता, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए छट्ठक्खमणपारणगंसि रायगिहे णगरे उच्चणीयमज्झिमाई कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडित्तए, अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं । ભાવાર્થ :- તત્પશ્ચાતુ છઠના પારણાના દિવસે ભગવાન [ઈન્દ્રભૂતિ] ગૌતમસ્વામીએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, દ્વિતીય પ્રહરમાં ધ્યાન કર્યું અને તૃતીય પ્રહરમાં શારીરિક શીઘ્રતાથી રહિત, માનસિક ચપલાથી રહિત, આકુળતાથી રહિત થઈને, મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરી; પછી પાત્રો અને વસ્ત્રોની પ્રતિલેખના કરી; પાત્રાનું પ્રમાર્જન કર્યું અને તે પાત્રાને લઈને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને વંદન નમસ્કાર કર્યા અને પછી આ પ્રમાણે નિવેદન કર્યું– હે ભગવન્! આજે મારે છઠ તપના પારણાનો દિવસ છે, તેથી આપની આજ્ઞા પ્રાપ્ત કરીને રાજગૃહ નગરમાં ઉચ્ચ-નિમ્ન અને મધ્યમ કુળોના ગૃહ સમુદાયમાં ભિક્ષાચરીની વિધિ અનુસાર ભિક્ષા લેવા