________________
| શતક–૨: ઉદ્દેશક–૫.
૩૦૫ ]
अंतियाओ पुप्फवईयाओ चेइयाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया ।
तए णं ते थेरा अण्णया कयाइं तुंगियाओ णयरीओ पुप्फवइयाओ चेइयाओ पडिणिग्गच्छंति, बहिया जणवयविहारं विहरति । ભાવાર્થ :- તત્પશ્ચાત્ તે શ્રમણોપાસકો, સ્થવિર ભગવંતો દ્વારા અપાયેલા ઉત્તરોને સાંભળીને, અત્યંત હર્ષિત થયા, સંતુષ્ટ થયા અને સ્થવિર ભગવંતોને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને, અન્ય પ્રશ્નો પૂછયા, પ્રશ્ન પૂછીને પુનઃ સ્થવિર ભગવંતો દ્વારા અપાયેલા ઉત્તરોથી અર્થને ગ્રહણ કયો. તત્ પશ્ચાત્ ત્યાંથી ઊઠ્યા. પુનઃ ત્રણ વાર વંદન-નમસ્કાર કર્યા. પછી સ્થવિર ભગવંતોની પાસેથી અને પુષ્પવતિના ઉધાનમાંથી નીકળીને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાંપોત-પોતાના સ્થાન પર] પાછા ગયા.
ત્યાર પછી તે સ્થવિર ભગવંત પણ કોઈ એક દિવસ તુંગિયા નગરીના તે પુષ્પવતિના ઉધાનમાંથી નીકળ્યા અને બહાર[અન્ય] જનપદમાં વિચરણ કરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં તંગિયા નગરીના શ્રમણોપાસકો દ્વારા સ્થવિરોનો ધર્મોપદેશ સાંભળીને સવિનય પૂછાયેલા પ્રશ્નો તથા સ્થવિરો દ્વારા વિભિન્ન અપેક્ષાથી અપાયેલા ઉત્તરોનું નિરૂપણ છે. દેવોત્પત્તિને કારણ:- સંયમ અને તપનું ફળ તો ક્રમશઃ અનાશ્રવત્વ અને કર્મોનો નાશ છે. તેમ સ્થવિરોએ કહ્યું. તો પ્રશ્ન એ છે કે કયા કારણોથી સંયમીને દેવગતિ પ્રાપ્ત થાય છે? તેનું સમાધાન કરવા ભિન્નભિન્ન સ્થવિર મુનિઓએ ભિન્નભિન્ન અપેક્ષાએ ઉત્તર આપ્યા.
તેઓએ દેવોત્પત્તિના ચાર કારણ કહ્યા- (૧) પૂર્વસંયમ- વીતરાગદશાની પ્રાપ્તિ પહેલાનો સંયમ અર્થાત્ સરાગસંયમ. (૨) પૂર્વ તપ- વીતરાગદશાની પ્રાપ્તિ પહેલાનું તપ-સરાગત૫. (૩) કર્મિતા- શુભકર્મોનો પંજ શેષ રહે ત્યારે. (૪) સંગિતા- સરાગ અવસ્થાના કારણે. તાત્પર્ય એ છે કે સંયમ કે તપના ભાવ કોઈપણ કર્મબંધનું કારણ બનતા નથી. પરંતુ તેમાં રહેલો રાગનો અંશ કર્મબંધનું કારણ બને છે અને તેમાં પણ) શુભકર્મ દેવગતિનું કારણ બને છે. કહ્યું છે કે
पुव्वतव संजमा होति, रागिणो पच्छिमा अरागस्स ।
रागो संगो वुत्तो, संगा कम्मं भवो तेणं ॥ અર્થ :- સરાગી જીવના તપ અને સંયમને પૂર્વ તપ અને પૂર્વ સંયમ કહેવાય છે અને વીતરાગી જીવના તપ અને સંયમને પશ્ચિમ તપ અને પશ્ચિમ સંયમ કહેવાય છે, રાગથી સંગ થાય છે, સંગથી કર્મબંધ અને કર્મબંધથી સંયમીને દેવભવ પ્રાપ્ત થાય છે. વોલાણ :- વ્યવદાન = વિ+અવ+દાન, દાપુ ધાતુ કાપવા અર્થમાં અને દ્વૈપ ધાતુ શોધન કરવાના અર્થમાં