________________
૨૯૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
[મહિનામાં છ] પરિપૂર્ણ પૌષધનું સમ્યક પ્રકારે અનુપાલન–આચરણ કરતા હતા. તેઓ શ્રમણ–નિગ્રંથોને પ્રાસુક – અચિત્ત અને એષણીય-એષણાના દોષોથી રહિત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ'મુખવાસ, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, પીઢ–બાજોઠ, ફલક-લાકડાનું પાટિયું, શય્યા–શરીર પ્રમાણ હોય તે અથવા મકાન, સંસ્મારકઅઢી હાથનું આસન વિશેષ, ઔષધ અને ભેષજ–અનેક દ્રવ્યોમાંથી બનાવેલી દવા આદિથી પ્રતિલાભિત કરતા હતા અને યથાપ્રતિગ્રહિત-પોતાની શક્તિ અનુસાર ગ્રહણ કરેલાં તપ:કર્મોથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા [જીવન–યાપન કરતા હતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તંગિયા નગરીના શ્રમણોપાસકોનું વર્ણન છે. શ્રમણની ઉપાસના કરનારને શ્રમણોપાસક કહે છે. તેનો પર્યાયવાચી શબ્દ શ્રાવક છે.
આ વર્ણનમાં શ્રમણોપાસકોની સામાજિક અને ધાર્મિક બંને અવસ્થાઓનું વર્ણન છે. સાધન સંપન્નતા, દાનશીલતા, શત્રુઓ દ્વારા અપરિભવનીયતા વગેરે શબ્દો તેમની સામાજિક ઉચ્ચતમ સ્થિતિને પ્રદર્શિત કરે છે, જ્યારે તત્ત્વજ્ઞાન, આત્મનિર્ભરતા, દેઢતમ ધર્મશ્રદ્ધા, વ્રતોની આરાધના અને તપસ્યા તેમના ધાર્મિક જીવનને પ્રગટ કરે છે. ભૌતિક જીવન સાથે ધાર્મિક જીવનનો સુમેળ થવો તે શ્રાવક જીવનની પોતાની આગવી વિશેષતા છે.
વિસ્થિUા વિડત ભવ-સવળતા બાપ વાળા ને :- જેના ઘર વિશાળ અને ઊંચા હતાં
તથા જેને ત્યાં શયન, આસન, યાન, વાહન પ્રચુર હતા. વિક વિડનગરપાળા :- ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) તેમને ત્યાં અધિક માત્રામાં ભોજન પાણી યાચકો માટે રખાતા હતા. (૨) જેને ત્યાં અનેક લોકો ભોજન કરતા હતા તેથી ઘણું જ ભોજન પાણી વધતું હતું. (૩) જેને ત્યાં વિવિધ પ્રકારના પ્રચુર ભોજન–પાણી થતા હતા. અ ન્ન :- બે પ્રકારે અર્થ થાય છે– (૧) આપત્તિમાં પણ દેવગણોની સહાયતાથી નિરપેક્ષ હતા
અર્થાત્ 'સ્વકૃતકર્મ સ્વયંને જ ભોગવવાં પડશે' આ તત્ત્વમાં જ દેઢતમ શ્રદ્ધા હોવાથી અદીનવૃત્તિવાળા હતા. (૨) પરપાસડીઓ દ્વારા આક્ષેપાદિ થાય ત્યારે સમ્યકત્વની રક્ષા માટે અન્યની સહાયતા લેતા નહિ. કારણ કે તેઓ સ્વયં આક્ષેપનિવારણમાં સમર્થ હતા. અનિંનરેમીપુરારા - તેમની અસ્થિમજ્જા સર્વજ્ઞ પ્રવચનરૂપી કસુંબીનો રંગથી રંગાયેલી હતી, લલnder = અત્યંત ઉદારતાથી, અતિશય દાન દેવાના કારણે, ઘરમાં ભિક્ષુકોના નિરાબાધ પ્રવેશ માટે, શ્રાવકો દરવાજાની અર્ગલા દૂર કરી રાખતા હતા. દરવાજાના નીચેના ભાગમાં અર્ગલા હોય છે તેને નીચે કરવાથી ભૂમિમાં ફસાઈ જાય છે, ત્યારે દરવાજો બહારથી ખોલી શકાય નહીં પરંતુ તે શ્રાવકોના ઘરની અર્ગલા ઊંચી જ રહેતી હતી.
ચિત્તર ઘરખા :- ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) જેનાં અંતઃપુરમાં કે ઘરમાં કોઈ પુરુષ