________________
શતક-૨: ઉદ્દેશક-૫
_
૨૯૯ |
પ્રવેશે તો તેમને અપ્રીતિ થતી ન હતી. કારણ કે તેમને ઈર્ષ્યા ન હતી (૨) જેમણે અન્યના અંતઃપુર કે ઘરમાં પ્રવેશ કરવાનું છોડી દીધું હતું. (૩) જેના ઘરમાં કે અંતઃપુરમાં તેઓ પ્રવેશ કરે તો તેમને પ્રસન્નતા થતી હતી.
પર્વતિથિઓન મહત્વઃ- તે શ્રમણોપાસકો અષ્ટમી, ચૌદસ અને અમાસ અને પૂનમના દિવસે પ્રતિપૂર્ણ પૌષધ વ્રતની આરાધના કરતા હતા. પ્રતિપૂર્ણ પૌષધોપવાસ એટલે સર્વ પાપ પ્રવૃત્તિઓ-સાવધ યોગનો ત્યાગ કરી, ચૌવિહારા ઉપવાસ કરીને, અહોરાત્ર ધર્મારાધનામાં લીન રહેવું. કવચિત્ આહાર યુક્ત પોષધ પણ કરી શકાય છે. આ પર્વતિથિઓનું મહત્વ ધાર્મિક દૃષ્ટિએ તો છે જ પરંતુ જ્યોતિષ શાસ્ત્ર, શરીરશાસ્ત્ર અને વિજ્ઞાનની દષ્ટિએ પણ મહત્ત્વ છે. શાસ્ત્રમાં ઉક્ત ચાર તિથિઓનું વિધાન અનેક સ્થળે જોવા મળે છે. તેના આધારે પરંપરામાં દર ત્રીજા દિવસે ધર્મરાધના, ધર્માચરણ, ત્યાગ-પ્રત્યાખ્યાન થાય તે માટે બીજ, પાંચમ, અગિયારસ આદિ તિથિઓને મેળવી કુલ બાર તિથિઓનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે. આ મહત્ત્વ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા સર્વને પ્રેરણા રૂ૫ છે. ભગવાન પાર્શ્વનાથના સ્થવિર ભગવંત :१२ तेणं कालेणं तेणं समएणं पासावच्चिज्जा थेरा भगवंतो जाइसंपण्णा कुलसंपण्णा बलसंपण्णा रूवसंपण्णा विणयसंपण्णा णाणसंपण्णा दसणसंपण्णा चरित्तसंपण्णा लज्जासंपण्णा लाघवसंपण्णा ओयंसी तेयंसी वच्चंसी जसंसी जियकोहा जियमाणा जियमाया जियलोहा जियणिद्दा जिइंदिया जियपरीसहा जीवियसास- मरणभय विप्पमुक्का जाव कुत्तिया वणभूया, बहुस्सुया बहुपरिवारा, पंचहि अणगार- सएहिं सद्धिं संपरिवुडा अहाणुपुट्वि चरमाणा गामाणुगामं दूइज्जमाणा सुहंसुहेणं विहरमाणा जेणेव तुंगिया णगरी जेणेव पुप्फवईए चेइए तेणेव उवागच्छंति, उवा- गच्छित्ता अहापडिरूवं उग्गह उग्गिण्हित्ताणं संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरति । ભાવાર્થ :- કાલે, તે સમયે પાર્થાપત્યય સ્થવિર ભગવંતો[ભગવાન પાર્શ્વનાથના શિષ્યાનુશિષ્ય પાંચસો અણગારોની સાથે યથાક્રમથી વિચરતાં, ગ્રામાનુગ્રામ જતાં, સુખપૂર્વક વિહાર કરતાં, જ્યાં તુંગિયા નગરી હતી, જ્યાં ઈશાનકોણમાં] પુષ્પતિક નામનું ઉધાન હતું ત્યાં પધાર્યા. ત્યાં પધારીને, યથારૂપ અવગ્રહ–પોતાને અનુકૂળ મર્યાદિત સ્થાનની યાચના કરી, આજ્ઞા લઈને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા ત્યાં વિચરવા લાગ્યા.
તે સ્થવિરો જાતિ સંપન્ન, કુલ સંપન્ન, બલ સંપન્ન, રૂપ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, લજ્જા સંપન્ન, લાઘવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી—વિશિષ્ટ પ્રભાવ યુક્ત અને યશસ્વી હતા. તેઓએ ક્રોધ, માન, માયા, લોભ, નિદ્રા, ઈન્દ્રિયો અને પરીષહોને જીતી લીધા હતા. તે