________________
શતક–૨: ઉદ્દેશક-૫
_
૨૯૭ ]
णिस्संकिया णिक्कंखिया णिव्वितिगिच्छा, लद्धट्ठा गहियट्ठा पुच्छियट्ठा अभिगयट्ठा विणिच्छियट्ठा अट्ठिमिंजपेमाणुरागरत्ता; अयमाउसो ! णिग्गंथे पावयणे अटे, अयं परमटे, सेसे अणद्वे, ऊसियफलिहा अवंगुयदुवारा चियत्तंते - उरघरप्पवेसा बहू हिं सीलव्व- यगुणवे रमणपच्चक्खाणपोसहोववासेहिं, चाउद्दसट्ठ- मुद्दिट्ठपुण्ण- मासिणीसु पडिपुण्णं पोसहं सम्म अणुपालेमाणा, समणे णिग्गंथे फासु-एसणिज्जेणं असणपाण-खाइम साइमेणं वत्थपडिग्गह-कंबल-पायपुंछणे णं पीढ-फलगसेज्जासंथारएणं ओसह भेसज्जेणं पडिलाभमाणा अहापडिग्गहिए हिं तवो- कम्मेहिं अप्पाणं भावेमाणा विहरति । ભાવાર્થ :- કાલે તે સમયે તુંગિયા તિંગિકા] નામની નગરી હતી. તે તુંગિયાનગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશાભાગ [ઈશાનકોણ]માં પુષ્પતિક નામનું ચય-ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર સમજી લેવું જોઈએ.
તે તંગિયા નગરીમાં અનેક શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ સંપત્તિશાળી, પ્રભાવશાળી હતા. તેમના વિસ્તીર્ણ, વિપુલ–અનેક ભવન હતાં. તે ભવનો, શયનો, શયન સામગ્રી, આસનો, યાનો–રથ, ગાડી આદિ તથા વાહનો–બળદ, ઘોડા આદિથી સંપન્ન હતા. તેઓની પાસે પ્રચુર ધન હતું, અત્યધિક સોના-ચાંદીના ભંડારો હતા. તેઓ આયોગ-વ્યાજવટાવ અને પ્રયોગ–અન્ય કલાઓના વ્યવસાય કરવામાં કુશલ હતા. તેઓને ત્યાં વિપુલ માત્રામાં ભોજનપાણી તૈયાર થતા હતા અને તે અનેક લોકોને અપાતા હતા. તેઓને ત્યાં અનેક દાસ-દાસીઓ હતા, ઘણી ગાય, ભેંસ, ઘેટા, બકરી આદિ હતાં. તેઓ જીવ–અજીવના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણતા હતા. તેમણે પુણ્ય અને પાપતત્વને ઉપલબ્ધ કર્યા હતા અર્થાત્ આચરણમાં તેનું ધ્યાન રાખતા હતા. આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષના વિષયમાં તેઓ કુશલ હતા, તેમાંથી હેય, શેય અને ઉપાદેયને સમ્યક પ્રકારે જાણતા હતા. તેઓ પ્રવચનમાં એટલા દેઢ હતા કે દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ, આદિ દેવગણો તેમને વિચલિત કરવામાં સમર્થ ન હતા. તેઓ નિગ્રંથ પ્રવચન પ્રતિ નિઃશંકિત, નિષ્કાંક્ષિત તથા વિચિકિત્સારહિત–ફલની આશંકા રહિત હતા. તેમણે શાસ્ત્રોના અર્થોને સમ્યક્ પ્રકારે ઉપલબ્ધ કર્યા હતા, શાસ્ત્રોના અર્થોને દત્તચિત્ત થઈને ગ્રહણ કર્યા હતા. શાસ્ત્રોના અર્થોમાં જ્યાં સંદેહ હોય ત્યાં પૂછીને તેમણે નિર્ણય કર્યો હતો. તેમની અસ્થિ–મજ્જાઓ નિગ્રંથ પ્રવચનના પ્રેમાનુરાગથી રંગાયેલી હતી. તેઓ કહેતા હતા કે "હે આયુષ્યમાનુ! આ નિગ્રંથ પ્રવચન જ અર્થ (સાર્થક) છે, આ જ પરમાર્થ છે. શેષ સર્વ અનર્થ(નિરર્થક) છે." તેમનાં અંતઃકરણ સ્ફટિક સમાન નિર્મલ અને શુદ્ધ હતાં અથવા તેઓ એટલા ઉદાર હતા કે તેમનાં ઘરના દરવાજા પાછળની અર્ગલા હંમેશાં ઊંચી જ રહેતી હતી. તેમના ઘર યાચકોને માટે સદા ખુલ્લા હતાં. તેમનો અંતઃપુર તથા પરગૃહમાં પ્રવેશ (અતિ ધાર્મિક હોવાથી) લોકપ્રતીતિકર હતો. તેઓ શીલવ્રત (શિક્ષાવ્રત), ગુણવ્રત, વિરમણવ્રત (અણુવ્રત), પ્રત્યાખ્યાન–ત્યાગ–નિયમ, પૌષધોપવાસ આદિનું સમ્યક પ્રકારે આચરણ કરતા હતા તથા ચતુર્દશી, અષ્ટમી, અમાસ અને પૂનમ, આ પર્વતિથિઓમાં