________________
૨૯૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
આ રીતે બાહ્ય રિદ્ધિ સિદ્ધિ સંપન્ન હતા. તેમજ તેઓ ધર્મશ્રદ્ધાથી યુક્ત હતા, નવ તત્ત્વના જ્ઞાતા, હેય–ઉપાદેયના વિવેકમાં કુશળ, ધર્મતત્ત્વમાં નિઃશંક હતા. તેઓ પોતાના કોઈ પણ કાર્યમાં દેવાદિ અન્ય કોઈની સહાયતાથી સર્વથા નિરપેક્ષ હતા. એક નિગ્રંથ પ્રવચન જ સત્ય છે, સાર્થક છે, અન્ય સર્વ પ્રપંચો નિરર્થક છે. આ તેનો અંતરનાદ હતો.
તેમના ઘરનું દ્વાર સદાય અભંગ રહેતું હતું. સાધુ-સંતો તેમજ યાચકોને ઉદારતાથી દાન દઈને તેઓ લાભ લેતા. બ્રહ્મચર્ય અને સદાચારથી સંપન્ન હોવાના કારણે અન્યત્ર તેઓનો પ્રવેશ નિબંધ રૂપે થતો હતો. આ રીતે તેઓ ધર્મને પ્રાધાન્ય આપી ગૃહસ્થ જીવનના પ્રત્યેક વ્યવહાર કરી રહ્યા હતા.
એકદા પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના સ્થવિરો સમક્ષ તેમણે પોતાની જિજ્ઞાસા પ્રસ્તુત કરી. સંયમ અને તપનું ફળ શું છે? સ્થવિરોએ જવાબ આપ્યો કે સંયમનું ફળ અનાશ્રવતા અને તપનું ફળ વ્યવદાન-કર્મનો ક્ષય છે. સરાગસંયમ, સરાગતપ, કર્મિતા-કર્મો શેષ રહે તો અને સંગિતા–આસક્તિના ભાવથી, જીવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
આ રીતે તેમનામાં સત્ય સમજવાની અને સત્યનું આચરણ કરવાની તમન્ના હતી. તુંગિયા નગરીના શ્રમણોપાસકોનું જીવન :१० तए णं समणे भगवं महावीरे रायगिहाओ णयराओ, गुणसिलाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ। ભાવાર્થ :- તત્પશ્ચાત્ એકદા] શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાંથી નીકળીને, બહારના જનપદોમાં વિહાર કરવા લાગ્યા. ११ तेणं कालेणं तेणं समएणं तुंगिया णामं णयरी होत्था, वण्णओ । तीसे ण तुगियाए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभागे पुप्फवइए णाम चेइए होत्था, वण्णओ । तत्थ णं तुंगियाए णयरीए बहवे समणोवासया परिवसंति-अड्डा दित्ता वित्थिण्णविपुलभवण-सयणासण-जाण- वाहणाइण्णा, बहुधणबहुजायरूवरयया, आयोगपयोगसपउत्ता, विच्छड्डियविउल- भत्तपाणा, बहुदासीदास- गोमहिसगवेलयप्प- भूया, बहुजणस्स अपरिभूया।
__ अभिगयजीवाजीवा, उवलद्धपुण्ण-पावा आसव-संवरणिज्जर-किरियाहि- करण-बंध-मोक्खकुसला, असहेज्ज-देवासुरणाग सुवण्णजक्ख-रक्खस- किण्णर- किंपुरुस-गरुल-गंधव्व- महोरगाईएहिं देवगणेहिं णिग्गंथाओ पावयणाओ अणतिक्कमणिज्जा, णिग्गंथे पावयणे