________________
શતક–૨ ઃ ઉદ્દેશક-૫
૨૯૫
નથી. કોઈ વિશેષ પ્રકારની માછલી કરોડો ઈંડા મૂકે છે તેનો સમાવેશ પણ લાખોમાં થઈ જાય છે. મૈથુન સેવનથી થતો અસંયમ :
९ मेहुणेणं भंते ! सेवमाणस्स केरिसिए असंजमे कज्जइ ?
गोयमा ! से जहा णामए केइ पुरिसे रूयणालियं वा बूरणालियं वा तत्तेणं कणएणं समविद्धंसेज्जा, एरिसएणं गोयमा ! मेहुणं सेवमाणस्स असंजमे જ્ગા । સેવ મતે ! એવં મતે ! ॥
=
શબ્દાર્થ :- ચળાલિય = રૂની નાલિકા, જૂલિયં - બૂર– એક પ્રકારની વનસ્પતિની નાલિકા, તત્તેણં = ગરમ-તપ્ત, બળ = સળી, સમવિદ્ધસેન્ગા - વિધ્વંસ થઈ જાય છે. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મૈથુન સેવન કરતા જીવને કયા પ્રકારે અસંયમ થાય છે ?
ઉત્તર– જેમ કોઈ પુરુષ તપ્ત સુવર્ણની [અથવા લોખંડની] સળી વડે રૂથી કે બૂરથી ભરેલી વાંસની નળીને બાળી નાંખે[વિધ્વસ્ત કરી નાંખે], હે ગૌતમ ! એ જ રીતે મૈથુન સેવન કરતા જીવને અસંયમ થાય છે. હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
મૈથુન સેવન સ્વયં એક પ્રકારનો અસંયમ છે. અઢાર પાપમાં તે ચોથું પાપ છે. તે આત્માના વિકારભાવોની વિડંબના રૂપ છે. તેથી ઘણા પ્રમાદ અને દોષોનું સર્જન થાય છે. દશવૈકાલિક સૂત્રમાં મૈથુન સંસર્ગને અધર્મનું મૂળ અને દોષોનો ભંડાર કહ્યો છે. યથા-મૂલમેયમહમ્મસ મહાવોલસમુહ્સય । મૈથુન સેવન કરતા પુરુષના મેહન[લિંગ] દ્વારા સ્ત્રીની યોનિમાં રહેલા પંચેન્દ્રિય જીવોનો વિનાશ થાય છે. જેને સમજાવવા માટે મૂળપાઠમાં ઉદાહરણ આપ્યું છે. જે સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. તેથી એ પણ સિદ્ધ થાય છે કે મૈથુન સેવનથી હિંસા અને કુશીલ રૂપ બે પાપનો દોષ થાય છે.
તુંગિયા નગરીના શ્રમણોપાસક
તુંગિયા નગરીમાં અનેક આદર્શ શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ પુણ્ય યોગે ઋદ્ધિસંપન્ન અને દેદીપ્યમાન હતા. તેઓ મકાન, શયન, ભવન, વાહન, આહાર, પાણી, ધન, ધાન્ય, સુવર્ણ, રજતથી સંપન્ન હતા. તેઓ સંપત્તિના આદાન–પ્રદાનનો વ્યવસાય કરતા હતા. તેમના ઘરમાં જમ્યા પછી પ્રચુર ભોજન શેષ વધતું હતું, તે દીન દુઃખી અને યાચકોને અપાતું હતું. તેમના ઘેર દાસ–દાસી, પશુ આદિ પણ પ્રચુર માત્રામાં હતા.