________________
૨૯૪ ]
|
શ્રી ભગવતી સૂત્ર-૧
जीवा णं पुत्तत्ताए हव्वमागच्छति ।
से केणटेणं भंते ! एवं वुच्चइ जाव हव्वमागच्छंति ?
गोयमा ! इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणीए मेहुणवत्तिए णामं संजोए समुप्पज्जइ । ते दुहओ सिणेहं संचिणंति, संचिणित्ता तत्थ णं जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं सयसहस्सपुहुत्तं जीवा णं पुत्तताए हव्वमागच्छति, से तेणटेणं गोयमा ! जाव हव्वमागच्छंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક જીવના, એક ભવમાં કેટલા જીવ પુત્રરૂપે ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક, બે અથવા ત્રણ જીવ અને ઉત્કૃષ્ટ અનેક લાખ(લાખો) જીવ પુત્ર રૂપે ઉત્પન્ન થઈ શકે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ઉત્કૃષ્ટ લાખો જીવો પુત્રરૂપે ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ! પુરુષ દ્વારા કર્મકૃત સ્ત્રી યોનિમાં જ્યારે મૈથુન વૃત્તિક નામક સંયોગ નિષ્પન્ન થાય છે, ત્યારે તે બંનેના સ્નેહ [પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રક્ત-રજ]નો સંચય થાય છે અને પછી તેમાં જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક લાખ (લાખો) જીવ પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે. હે ગૌતમ ! તેથી પૂર્વોક્ત કથન કર્યું છે. વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં ક્રમશઃ એક જીવ(મનુષ્ય કે તિર્યચ)એક જન્મમાં કેટલા જીવોનો પુત્ર થઈ શકે છે અને એક જીવના એક જન્મમાં કેટલા પુત્ર સંતાન થઈ શકે છે? અને તેનું શું કારણ છે? તે વિષયને સ્પષ્ટ કર્યો છે. એક જીવ શતપથકત્વ જીવોનો પુત્ર કેવી રીતે? - મનુષ્ય અથવા તિર્યંચનું વીર્ય બાર મુહૂર્ત પર્યત સંતાનોત્પાદક શક્તિ ધરાવે છે. નદી વગેરેમાં જલક્રીડા કરતી સ્ત્રી અથવા જલચર સ્ત્રીની યોનિમાં સેંકડો વ્યક્તિના વીર્ય પ્રવેશની શક્યતા રહે છે. તે વીર્ય પિંડમાં ઉત્પન્ન થયેલો એક જીવ તે સર્વનો પુત્ર કહેવાય છે. આ રીતે એક જીવ એક જ ભવમાં અનેક સો જીવોનો પુત્ર કહેવાય છે અર્થાત્ એક જીવના એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક સો પિતા હોઈ શકે છે. એક જીવના એકજ ભવમાં શત સહસપૃથકત્વ પુત્ર કેવી રીતે? - મસ્યાદિ જ્યારે મૈથુન સેવન કરે છે ત્યારે એકવારના સંયોગથી તેના અનેક લાખ (લાખો)જીવ પુત્રરૂપે ઉત્પન્ન થાય છે અને જન્મ લે છે. એક ભવમાં એક જીવના લાખો પુત્ર થવાનું આ જ પ્રમાણ છે, યદ્યપિ મનુષ્ય સ્ત્રીની યોનિમાં પણ અનેક જીવ ઉત્પન્ન થાય છે પરંતુ જેટલા ઉત્પન્ન થાય છે તે બધા જ નિષ્પન્ન થતા નથી અર્થાત્ જન્મ લેતા