________________
શતક–૨: ઉદ્દેશક-૫
_
૨૯૭ |
કહે છે. તેની સ્થિતિ ઓછામાં ઓછી એક સમયની, વધુમાં વધુ છ માસની છે. ઓછામાં ઓછા એક સમયમાં જ તે વરસી જાય છે અને વધુમાં વધુ છ માસ પછી વરસે છે. માગશર અને પોષ માસમાં સંધ્યાકાળે આકાશમાં જે રતાશ દેખાય છે તથા ચંદ્રમાની કોર જે મેઘોથી અંકિત કંડલાકાર જલચક્રરૂપે દેખાય છે, તેમજ માગશર માસમાં વધુ ઠંડી પડતી નથી અને પોષ માસમાં જે અતિશય ઠંડી પડે છે. તે બધા ઉદકગર્ભના ચિહ્ન છે. તિર્થી–મનુષ્યગર્ભ – તિર્યગ્રોનિક ગર્ભસ્થ જીવ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આઠ વર્ષ અને ગર્ભસ્થ મનુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષ પર્યત રહી શકે છે. કાયભવસ્થ – માતાના ઉદરમાં રહેલા ગર્ભનું જે શરીર છે તેને કાય કહે છે. તે કાયરૂપ શરીરમાં જ જે ભવજન્મ થાય તેને કાયભવસ્થ કહે છે અર્થાત્ કોઈ જીવ માતાના ઉદરમાં ગર્ભરૂપે આવીને, તે શરીરમાં બાર વર્ષ રહીને મરી જાય અને ફરી તે જ માતાના શરીરમાં નવા શુક્ર– શોણિતથી ઉત્પન્ન થઈને બાર વર્ષ રહે. આ રીતે એક જીવ બે ભવ કરીને ઉત્કૃષ્ટ ૨૪ વર્ષ સુધી કાયભવસ્થ' રૂપે રહી શકે છે.
ગર્ભજ જીવ શુક્ર-શોણિતથી જ ઉત્પન્ન થાય છે, તેથી કાયભવસ્થ જીવ પણ તે જ રીતે ઉત્પન્ન થાય છે, તે બીજીવાર ઉત્પન્ન થનારો જીવ પોતાના મૃત શરીરમાં ઉત્પન્ન થતો નથી. તેને નવુ શુક્ર-શોણિત ગ્રહણ કરીને નવુ શરીર બનાવવું પડે છે. તેથી કાયભવસ્થ'નો અર્થ છે તે જ માતાના ગર્ભ સ્થાનમાં બીજો ભવ કરવો.' યોનિભૂત બીજની કાલસ્થિતિ - મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિયનું, મનુષ્ય સ્ત્રી અથવા તિર્યંચાણીની યોનિમાં ગયેલું વીર્ય બાર મુહૂર્ત પર્યત યોનિભૂત રહે છે અર્થાત્ તે વીર્યમાં બાર મુહૂર્ત પર્યત સંતાનોત્પાદક શક્તિ રહે છે. એક ભવમાં માતા પિતા, પુત્રની સંખ્યા :| ७ एगजीवे णं भंते ! एगभवग्गहणेणं केवइयाणं पुत्तताए हव्वमागच्छइ?
गोयमा ! जहण्णेणं इक्कस्स वा दोण्हं वा तिण्हं वा उक्कोसेणं सयपुहुत्तस्स जीवाणं पुत्तत्ताए हव्वमागच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક જીવ, એક ભવની અપેક્ષાએ કેટલા જીવોનો પુત્ર થઈ શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! એક જીવ, એક ભવમાં જઘન્ય એક જીવનો, બે જીવનો અથવા ત્રણ જીવનો અને ઉત્કૃષ્ટ અનેક સો જીવોનો પુત્ર થઈ શકે છે.
८ एगजीवस्स णं भंते ! एगभवग्गहणेणं केवइया जीवा पुत्तत्ताए हव्वमागच्छति?
गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं सयसहस्सपुहुत्तं