________________
૨૯૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अट्ठसंवच्छराई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યગ્લોનિક ગર્ભ કેટલો સમય તિર્યગ્લોનિક ગર્ભરૂપે રહે છે?
ઉત્તર- હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આઠ વર્ષ સુધી તિર્યગ્લોનિક ગર્ભ, તિર્યંગ્યોગિક ગર્ભરૂપે રહી શકે છે. | ४ मणुस्सीगब्भे णं भंते ! मणुस्सीगब्भे त्ति कालओ केवच्चिरं होइ ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बारस संवच्छराई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! માનુષીગર્ભ કેટલો સમય માનુષીગર્ભ રૂપે રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધી માનુષીગર્ભ, માનુષીગર્ભરૂપે રહી શકે છે. | ५ कायभवत्थे णं भंते ! कायभवत्थे त्ति कालओ केवच्चिरं होइ ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं चउव्वीसं संवच्छराई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કાય ભવસ્થ કેટલો સમય કાયભવસ્થ રૂપે રહે છે?
ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચોવીસ વર્ષ સુધી કાયભવસ્થ, તેજ ગર્ભસ્થાનમાં બે જન્મ મરણ કરતાં કાયભવસ્થ રૂપે રહે છે.
६ मणुस्स-पंचेंदियतिरिक्खजोणियबीए णं भंते ! जोणियब्भूए केवइयं कालं संचिट्ठइ?
गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं बारस मुहुत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! માનુષી અને પંચેન્દ્રિય તિર્યંચાણી સંબંધી યોનિગત બીજ [વીય) કેટલો સમય યોનિભૂતરૂપે રહે છે?
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી યોનિભૂત' રૂપે રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉદકગર્ભ, તિર્યગ્રોનિક ગર્ભ, માનુષીગર્ભ, કાયભવસ્થ અને યોનિભૂત બીજની સમયમર્યાદાનું નિરૂપણ કર્યું છે. ઉદકગર્ભ - કાલાંતરમાં પાણી વરસાવવાના કારણભૂત પુગલ પરિણામને–મેઘ(વાદળા)ને 'ઉદકગર્ભ'