________________
શતક–૨: ઉદ્દેશક-૫
_.
[ ૨૯૧ ]
અનુભવે છે ત્યારે સ્ત્રીવેદને અનુભવતા નથી. સ્ત્રીવેદના ઉદયમાં પુરુષવેદનો અનુભવ કરતા નથી અને પુરુષવેદના ઉદયમાં સ્ત્રીવેદનો અનુભવ કરતા નથી. તેથી એક જીવ એક સમયમાં સ્ત્રીવેદ કે પુરુષવેદ, આ બંને વેદમાંથી એક જ વેદને વેદે છે, અનુભવે છે.
જ્યારે સ્ત્રીવેદનો ઉદય થાય ત્યારે સ્ત્રી, પુરુષની અભિલાષા કરે છે અને જ્યારે પુરુષવેદનો ઉદય થાય ત્યારે પુરુષ, સ્ત્રીની અભિલાષા કરે છે. પોત-પોતાના વેદના ઉદયથી પુરુષ અને સ્ત્રી પરસ્પર એકબીજાની ઈચ્છા કરે છે. તે આ પ્રમાણે છે– સ્ત્રી, પુરુષની અને પુરુષ, સ્ત્રીની અભિલાષા કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અન્યતીર્થિકોના બે મતનું નિરૂપણ છે. (૧) દેવો દ્વારા પોતાના જ વૈક્રિયકૃત રૂપ સાથે પરિચારણા કરવી. (૨) એક સમયમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ તે બે વેદનો અનુભવ કરવો. આ બંને પ્રકારની પ્રરૂપણા નિગ્રંથના નામે આક્ષેપ દર્શાવતી છે પરંતુ તે સંગત નથી.
સિદ્ધાંતાનુકૂલ મત :- કોઈપણ નિગ્રંથ કોલ કરીને મહદ્ધિક દેવ થાય છે. તે દેવ અન્ય દેવની દેવીઓ સાથે પરિચારણા કરતા નથી, પોતાની દેવીઓ સાથે પરિચારણા કરે છે. પરંતુ વૈક્રિયલબ્ધિથી પોતાનાં જ બે રૂપો બનાવીને પરિચારણા કરતા નથી. કારણ કે પૂર્વભવમાં નિગ્રંથ ધર્મની આરાધના કરનારને આ પ્રકારની પરિચારણા કરવાની વૃત્તિ હોતી નથી. નિદાન કરીને દેવ થનાર જીવ સૂત્રોક્ત ત્રણે ય પ્રકારની વૃત્તિવાળા હોય છે અર્થાત્ ત્રણ પ્રકારની પરિચારણા કરે છે. સિદ્ધાંતતઃ એક જીવ એક સમયમાં એક જ વેદનો અનુભવ કરી શકે છે. એક સાથે બે વેદનો નહિ. પરસ્પર નિરપેક્ષ-વિરુદ્ધ વસ્તુઓ એક જ સમયે એક જ સ્થાનમાં રહી શકતી નથી, જેમ પ્રકાશ અને અંધકાર. તે જ રીતે સ્ત્રીવેદ અને પુરુષવેદ પરસ્પર વિરોધી છે. તેથી તે બંને એક સમયમાં એક સાથે વેદી–અનુભવી શકાતા નથી. પ્રસ્તુત સૂત્રમાં આ સિદ્ધાંતને સારી રીતે પુષ્ટ કર્યો છે.
ગર્ભ વિચાર :| २ उदगगब्भे णं भंते ! उदगगब्भे त्ति कालओ केवच्चिरं होइ ?
गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं छम्मासा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉદકગર્ભ [પાણીનો ગર્ભ કેટલો સમય ઉદકગર્ભ રૂપે રહે છે ?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ પર્યત ઉદકગર્ભ, ઉદકગર્ભ રૂપે રહે છે. | ३ तिरिक्खजोणियगब्भे णं भंते ! तिरिक्खजोणियगब्भे त्ति कालओ केवच्चिरं होइ?