________________
૨૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧ |
एगे वि य णं जीवे एगेणं समएणं एग वेयं वेएइ, तं जहा- इत्थिवेयं वा पुरिसवेयं वा । जं समयं इत्थिवेयं वेएइ, णो तं समयं पुरिसवेयं वेएइ । जं समयं पुरिसवेयं वेएइ, णो तं समयं इत्थिवेयं वेएइ । इत्थिवेयस्स उदएणं णो पुरिसवेयं वेएइ, पुरिसवेयस्स उदएणं णो इत्थिवेयं वेएइ, एवं खलु एगे जीवे एगेणं समएणं एगं वेयं वेएइ, तं जहा- इथिवेयं वा पुरिसवेयं वा ।
इत्थि, इत्थिवेएणं उदिण्णेणं पुरिसं पत्थेइ । पुरिसो, पुरिसवेएणं उदिण्णेणं इत्थि पत्थेइ । दो वि ते अण्णमण्णं पत्थेति, तं जहा- इत्थि वा पुरिसं, पुरिसे વા સ્થિ | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, ભાષણ કરે છે, બતાવે છે અને પ્રરૂપણા કરે છે કે કોઈ પણ નિગ્રંથ મરીને દેવ થાય છે, તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે, તેને આલિંગન કરીને, પરિચારણામૈિથુન સેવન કરતા નથી તથા પોતાની દેવીને આલિંગન કરીને તેની સાથે પણ પરિચારણા કરતા નથી, પરંતુ તે દેવ વૈક્રિયલબ્ધિથી સ્વયં પોતાના જ બે રૂપ બનાવે છે. જેિમાં એકરૂપ દેવનું અને એક દેવીનું હોય છે] તે બે રૂપ બનાવીને, તે વૈક્રિયકૃત દેવી સાથે પરિચારણા કરે છે.
આ રીતે એક જીવ એક સમયમાં બે વેદનો અનુભવ કરે છે. યથા-સ્ત્રીવેદ અને પુરુષવેદ. જ્યારે સ્ત્રીવેદને વેદે છે ત્યારે પુરુષવેદને પણ વેદે છે અને જ્યારે પુરુષ વેદને વેદે છે ત્યારે સ્ત્રી વેદને પણ વેદે છે. સ્ત્રી વેદના ઉદયમાં પુરુષ વેદને વેદે છે અને પુરુષ વેદના ઉદયમાં સ્ત્રી વેદને વેદે છે. આ રીતે એક જ જીવ એક સમયમાં બે વેદને વેદે છે, સ્ત્રીવેદ અને પુરુષવેદ. હે ભગવન્! શું આ કથન આ રીતે હોઈ શકે ? અર્થાત્ શું અન્યતીર્થિકોનું કથન સત્ય છે?
ઉત્તર– હે ગૌતમ! તે અન્યતીર્થિકો, જે આ પ્રમાણે કહે છે તેમજ પ્રરૂપણા કરે છે કે એક જીવ એક સમયમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ બે વેદનો અનુભવ કરે છે. તેનું તે કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું, ભાષણ કરું છું, બતાવું છું, પ્રરૂપણા કરું છું કે કોઈ એક નિગ્રંથ મરીને, કોઈ મહદ્ધિક આદિ વિશેષણ યુક્ત તેમજ મહાપ્રભાવયુક્ત, દૂરગમનની શક્તિસંપન્ન, દીર્ઘકાલની સ્થિતિ સંપન્ન, દેવલોકના કોઈ એક સ્થાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તેવા દેવલોકમાં તે મહાન ઋદ્ધિ વગેરેથી યુક્ત તેમજ દશેદિશાઓમાં ઉદ્યોત કરતા, વિશિષ્ટ કાંતિથી શોભાયમાન, તેમજ અત્યંત રૂપવાન દેવ થાય છે.
તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે, તેને ગ્રહણ કરીને પરિચારણા કરતા નથી અને પોતાની દેવીઓને ગ્રહણ કરીને તેની સાથે પરિચારણા કરે છે. પરંતુ સ્વયં વૈક્રિયલબ્ધિથી પોતાના જ બે રૂ૫ બનાવીને પરિચારણા કરતા નથી.
એક જીવ એક સમયમાં એક જ વેદનો અનુભવ કરે છે; સ્ત્રીવેદ કે પુરુષવેદમાંથી એકનો જ અનુભવ કરે છે. જ્યારે સ્ત્રીવેદને(વે) અનુભવે છે ત્યારે પુરુષવેદને અનુભવતા નથી અને જ્યારે પુરુષવેદને