________________
[ ૨૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
* મૈથુન સેવન તે અધર્મનું મૂળ છે. એક પ્રકારનો અસંયમ અને આત્માનો વિકારભાવ છે. * તુંગિયાનગરીના શ્રાવકો પુણ્યવાન, યશવાન, દીપ્તિમાન, દઢ શ્રદ્ધાવાન હતા. ભૌતિક ઋદ્ધિસંપન્ન હતા. તેમજ શ્રાવકના સર્વગુણ સંપન્ન હતા. તમે સવં ળિસંજે ૪ કિર્દિ પવેદ્ય જિનેશ્વરનું વચન નિઃશંકપણે સત્ય જ છે, તેવી તેમની દઢ શ્રદ્ધા હતી. તેઓ નવ તત્ત્વના જ્ઞાતા અને અપૂર્વ જિજ્ઞાસાના ધારક હતા. પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના સ્થવિરો સમક્ષ જઈ વિનમ્રભાવે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી, સત્ય તત્ત્વને પામી ગયા.જેિની વિસ્તૃત માહિતી તે પ્રસંગના પ્રારંભમાં આપી છે.]
તેના અનુસંધાનમાં શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને શ્રમણોની પર્યાપાસનાના ફળ વિષયક પ્રશ્નો પૂછ્યા છે. પ્રભુએ શ્રમણની પર્યાપાસનાથી આત્માનો ક્રમિક વિકાસ બતાવી સિદ્ધિ પર્વતના ફળને સમજાવ્યું છે. શ્રમણ પર્યાપાસનાથી ક્રમશઃ ધર્મશ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, અનાશ્રવપણુ, તપ, કર્મક્ષય, અક્રિયપણું અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ રાજગુહ નગરની બહાર વૈભારગિરિ પર્વતની નજીક 'મહાતપોપતીર પ્રભવ' નામનું એક ઝરણું છે, જે ૫૦૦ ધનુષ્ય લાંબુ પહોળું છે. તેમાં અનેક ઉષ્ણુયોનિક જીવ અને પુગલ આવીને ઉત્પન્ન થાય છે અને નીકળે છે. હંમેશાં તેમાંથી ગરમ પાણી પ્રવાહિત થાય છે. અન્યતીર્થિકો જેને અનેક યોજન લાંબુ હૃદ–કુંડ કહે છે.