________________
શતક-૨: ઉદ્દેશક-૫
_
[ ૨૮૭ ]
| શતક-ર : ઉદ્દેશક-પો OROR OCR સંક્ષિપ્ત સાર છCROROR
આ ઉદ્દેશકમાં દેવોની પરિચારણા, ગર્ભની કાલમર્યાદા, મૈથુન સેવનના દોષ તેમજ તુંગિયા નગરીના શ્રાવકોના પ્રશ્નોત્તરનું અને અંતે ગરમ પાણીના ઝરણાનું પ્રતિપાદન છે.
* દેવગતિમાં દેવોની પરિચારણા વિવિધ પ્રકારની હોય છે. સ્વાભાવિક રૂપે તે પોતાની દેવીઓ સાથે પરિચારણા કરે છે. વિશેષ રૂપે પોતાની દેવીઓ દ્વારા વૈક્રિયકૃત હજારો દેવીઓ સાથે પરિચારણા કરે. ક્યારેક કોઈક વિકૃત બુદ્ધિવાળા દેવ અન્યની દેવીઓ સાથે પણ પરિચારણા કરે છે અને કોઈ નિદાનકૃત દેવ સ્વયં જ દેવીઓના રૂપની વિદુર્વણા કરીને તે વૈક્રિયકૃત રૂપ સાથે પણ પરિચારણા કરે છે.
* ઉપરોક્ત સર્વ પ્રકારે પરિચારણા કરનાર દેવ એક પુરુષવેદનું જ વેદન કરે છે. એક સમયમાં એક જીવને બે વેદનો ઉદય હોતો નથી. કદાચ સ્વયં દેવીનું રૂપ બનાવે અને પરિચારણા કરે તો પણ તેને પુરુષવેદનો ઉદય હોય છે. કારણ કે પુરુષવેદની ઉપશાંતિ માટે જ તે દેવીનું રૂપ બનાવે છે.
* અન્યતીર્થિકો અન્ય સર્વ પ્રકારની પરિચારણાનો નિષેધ કરીને સ્વયં દ્વારા વિકૃર્વિત દેવીની સાથે જ પરિચારણાનું કથન કરે છે અને તેઓ એક સમયમાં બે વેદનું વેદન કહે છે. પરંતુ તેઓની માન્યતા ભ્રાંત છે.
* ઉદકગર્ભ– [વાદળ રૂપે અપ્લાય જીવોનું રહેવું જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ મહિના. તિર્યંચગર્ભ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ આઠ વર્ષ. મનુષ્ય ગર્ભ જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ બાર વર્ષ પર્યત રહી શકે છે.
* એક જીવ ગર્ભમાં જ મૃત્યુ પામી પુનઃ તે ગર્ભમાં ઉત્પન્ન થાય તો ગર્ભની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ૨૪ વર્ષની છે. ગર્ભમાં ફરી જન્મ ધારણ કરનાર નવું શરીર બનાવે છે. પહેલાનું મૃત શરીર ગમે તે રીતે વિશીર્ણ થઈ જાય છે.
મનુષ્યાણી અને તિર્યંચાણી સંબંધી યોનિગત બીજ–વીર્ય જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત પર્યત યોનિભૂત રહે છે અર્થાતુ બાર મુહૂર્ત પર્યત તેમાં સંતાનોત્પાદક શક્તિ હોય છે.
* એક જીવ એક ભવમાં જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃટ અનેક સો વ્યક્તિઓનો પુત્ર થઈ શકે છે. એક જીવ એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક લાખ પુત્રોને જન્મ આપી શકે છે અર્થાત્ તે લાખો જીવોના પિતા બની શકે છે.