________________
૨૮૬ |
શ્રી ભગવતી સૂત્ર-૧
[દુગ્ધપાન દ્વાર (૧૬) તૈલદાર (૧૭) ફાણિતધાર (૧૮) વસાહાર (૧૯) કમ્બલદાર (૨૦) પૂણાકાર (૨૧) થિન્ગલદ્વાર (૨૨) હીપ-સમુદ્ર (૨૩) લોકદાર (૨૪) અલોકકાર. પર્યત ૨૪ કારોના માધ્યમથી ઈન્દ્રિયો સંબંધિ પ્રરૂપણા કરી છે. (૧) સંસ્થાન– તેમાં પ્રત્યેક ઈન્દ્રિયના આકારનું કથન છે, શ્રોતેન્દ્રિયનું સંસ્થાન કદમ્બ પુષ્પ સમાન, ચક્ષુરિન્દ્રિયનું મસૂરની દાળ સમાન, ધ્રાણેન્દ્રિયનું અતિમુક્તકના ફૂલ સમાન, રસેન્દ્રિયનું શુરપા-અસ્ત્રાની ધાર સમાન અને સ્પર્શેન્દ્રિયનું સંસ્થાન વિવિધ પ્રકારનું છે. (૨) બાહલ્ય- પાંચે ઈન્દ્રિયોની જાડાઈ અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૩) વિસ્તાર–લબાઈ– શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયની લંબાઈ અંગુલના અસંખ્યાતમાં ભાગની, રસેન્દ્રિયની આત્માંલથી અનેક અંગુલ, સ્પર્શેન્દ્રિયની લંબાઈ શરીર પ્રમાણ છે. (૪) પ્રદેશ- પાંચે ઈન્દ્રિયો અનંત પ્રદેશાત્મક છે. (૫) અવગાહિત પ્રદેશ- પાંચે ઈન્દ્રિયો અસંખ્યાત પ્રદેશ અવગાહિત છે. () અવગાહના અલ્પબહત્વ- સર્વથી થોડી ચક્ષુરિન્દ્રિયની તેથી શ્રોતેન્દ્રિયની સંખ્યાતગુણી, તેથી ધ્રાણેન્દ્રિયની સંખ્યાત ગુણી, તેથી રસેન્દ્રિયની અસંખ્યાતગુણી, તેથી સ્પર્શેન્દ્રિયથી અવગાહના સંખ્યાતગુણી
(૭-૮) સ્પષ્ટ–પ્રવિષ્ટ- ઈન્દ્રિયો પોતાના વિષયને કઈ રીતે ગ્રહણ કરે છે? ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી છે. તે અસ્પષ્ટ અને અપ્રવિષ્ટરૂપને જુએ છે. શેષ ચાર ઈન્દ્રિય પ્રાપ્યકારી છે. તે સ્પષ્ટ અને પ્રવિષ્ટ વિષયને જ ગ્રહણ કરે છે. (૯) વિષય- ચારે ઈન્દ્રિયનો જઘન્ય વિષય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ચક્ષુરિન્દ્રિયનો અંગુલનો સંખ્યાતમો ભાગ છે. ઉત્કૃષ્ટ વિષય શ્રોતેન્દ્રિયનો બાર યોજન, ચક્ષુરિન્દ્રિયનો સાધિક લાખ યોજન, શેષ ત્રણ ઈન્દ્રિયનો નવ યોજન છે અર્થાતુ તેટલા દૂર રહેલા પોત-પોતાના વિષયને ગ્રહણ કરે છે.
આ સંબંધમાં શેષ દ્વારનું વિવેચન વિસ્તાર ભયથી પ્રસ્તુત આગમમાં આપ્યું નથી. પ્રજ્ઞાપનાસૂત્રના ૧૫મા ઈન્દ્રિયપદના પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ.
||
શતક ર/જ સંપૂર્ણ છે.