________________
શતક—૨ ઃ ઉદ્દેશક-૪
Õ×
શતક-ર : ઉદ્દેશક-૪
ઈન્દ્રિય
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઈન્દ્રિયો કેટલી કહી છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઈન્દ્રિયો પાંચ કહી છે, તે આ પ્રકારે છે.
ઈન્દ્રિયોનું વર્ણન :
१ कइ णं भंते! इंदिया पण्णत्ता ?
गोमा ! पंच इंदिया पण्णत्ता, तं जहा- सोइंदिए चक्खिदिए घाणिंदिए, रसिंदिए, फासिंदिए एवं पढमिल्लो इंदियउद्देसओ णेयव्वो जाव अलोगो ।
ઝૈ
संठाणं बाल्लं पोहत्तं, कइपएस ओगाढे ।
अप्पा बहु पु-पविट्ठ, विसय अणगार आहारे ॥
૨૮૫
શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. અહીં પ્રજ્ઞાપનાસૂત્રના ૧૫માં 'ઈન્દ્રિયપદ'ના પ્રથમ ઉદ્દેશક પ્રમાણે ઈન્દ્રિયોનું સંસ્થાન, જાડાઈ, પહોળાઈ આદિ અલોક પર્યંતના દ્વારોનું સમગ્ર વર્ણન સમજવું.
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકના આ સૂત્રમાં ઈન્દ્રિયો સંબંધિત સમગ્ર વર્ણન માટે પ્રજ્ઞાપનાસૂત્રના ૧૫માં ઈન્દ્રિય પદના પ્રથમ ઉદ્દેશકનો નિર્દેશ કર્યો છે. ત્યાં નિર્દિષ્ટ ઈન્દ્રિયો સંબંધિત ૨૪ દ્વારોની ગાથા આ પ્રમાણે છે–
अद्दा असीय मणी, उडुपाणे तेल फाणिय वसा य । कंबल थूणा थिग्गल, दीवोदहि लोगालोगे ॥
અર્થ :(૧) ઈન્દ્રિયોનો આકાર (૨) ઈન્દ્રિયોની જાડાઈ–બાહલ્ય (૩) વિસ્તાર–લંબાઈ (૪) કેટલા પ્રદેશોની (૫) અવગાહિત પ્રદેશો (૬) તેનું અલ્પબહુત્વ (૭) સ્પષ્ટ (૮) પ્રવિષ્ટ (૯) વિષય (૧૦) અણગારદ્વાર (૧૧) આહારદ્વાર (૧૨) આદર્શદ્વાર (૧૩) અસિદ્વાર (૧૪) મણિદ્વાર (૧૫) ઉદપાન