________________
૨૮૪ |
શ્રી ભગવતી સૂત્ર-૧
(૨) હિરા ળિયા :- નરકાવાસ ક્યાં છે અને કેટલા છે? રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧૮0000 યોજન છે. તેમાંથી એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને મધ્યમાં ૧૭૮000 યોજનમાં ૩૦ લાખ નરકાવાસ છે.
પ્રથમ છ નરકમાં ઉપર અને નીચે એક એક હજાર યોજન છોડીને મધ્ય ભાગમાં અસંખ્ય નરકાવાસ છે. અને સાતમી નરકમાં ઉપર અને નીચે સાડા બાવન હજાર યોજન છોડીને મધ્યના ભાગમાં ફક્ત પાંચ જ નરકાવાસ છે. (૩) સંસ્થાન :- જે નારકોના આવાસ આવલિકા પ્રવિષ્ટ–પંક્તિબંધ છે તે આવાસ ગોળ, ત્રિકોણ અને ચતુષ્કોણ હોય છે. શેષ નરકાવાસો અનેક આકારવાળા હોય છે. (૪) બાહલ્ય (જાડાઈ):- પ્રત્યેક નરકાવાસ ૩000 યોજનની જાડાઈના છે.તેમાં નીચેના હજાર યોજન નિબિડ–ઠોસ છે. મધ્યના હજાર યોજન શુષિર–પોલાણ યુક્ત છે. ઉપરના હજાર યોજન સંકુચિત છે. (૫) વિખંભ પરિક્ષેપ [લંબાઈ-પહોળાઈ–પરિ]િ – કેટલાક નરકાવાસી સંખ્યાત યોજન અને કેટલાક નરકાવાસો અસંખ્યાત યોજન વિસ્તૃત છે. () વર્ણ - નારકોનો વર્ણ ભયંકર, અત્યંત ભયંકર, રોમાંચ ઊભા કરી દે તેવો કાળો હોય છે. (૭) ગંધ – ત્યાં સર્પાદિના મૃત કલેવરથી અનંત ગુણી અધિક દુર્ગધ હોય છે. (૮) સ્પર્શ – ત્યાં સુરધારા, ખગધારા આદિથી અનંત ગુણો તીણ કષ્ટદાયક સ્પર્શ હોય છે.
વિશેષ વર્ણન જીવાભિગમ સૂત્રથી જાણવું જોઈએ.
ને શતક ર/૩ સંપૂર્ણ છે.