________________
શતક-૨: ઉદ્દેશક-૩
_.
[ ૨૮૩]
'શતક-ર : ઉદ્દેશક-૩
પૃથ્વી
નરક પૃથ્વી વર્ણન :| १ कइ णं भंते ! पुढवीओ पण्णत्ताओ ? जीवाभिगमे णेरइयाणं जो बिइओ उद्दसो सो णेयव्वो जाव किं सव्वे पाणा उववण्णपुव्वा ? हंता गोयमा ! असई अदुवा अणंतखुत्तो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે?
ઉત્તર- હે ગૌતમ! જીવાભિગમ સૂત્રમાં નૈરયિકોનો બીજો ઉદ્દેશક કહ્યો છે. તેમાં પૃથ્વીનરકભૂમિ સંબંધિત, તેના ભેદ, સંસ્થાન, જાડાઈ આદિનું તથા અન્ય જે વર્ણન છે, તે સર્વનું અહીં કથન કરવું.
પ્રશ્ન- હે ભગવન્! શું સર્વ જીવ નરક પૃથ્વીમાં ઉત્પન્નપૂર્વ છે? અર્થાત્ સર્વ જીવ પહેલા રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં ઉત્પન્ન થયા છે?
ઉત્તર- હા, ગૌતમ! સર્વ જીવ રત્નપ્રભાદિ નરક પૃથ્વીઓમાં અનેક વાર અથવા અનંતવાર પહેલાં ઉત્પન્ન થયા છે.
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં જીવાભિગમ સૂત્રોક્ત નરક પૃથ્વીઓ સંબંધી સમસ્ત વર્ણનનો નિર્દેશ કર્યો છે. જીવાભિગમસૂત્રના દ્વિતીય ઉદ્દેશકમાં પૃથ્વીઓનાં વર્ણન સંબંધી સંગ્રહ ગાથા છે, તે આ પ્રમાણે
पुढवी ओगाहित्ता णिरया, संठाणमेव बाहल्लं । विक्खंभ-परिक्खेवो, वण्णो गंधो य फासो य॥
આ ગાથામાં વર્ણિત આઠ દ્વારનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) પુઠવી :- પૃથ્વીઓ સાત છે. રત્નપ્રભા આદિ