________________
૨૮૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
પરિશાટન કરે છે અને તદ્યોગ્ય અન્ય પુગલોને ગ્રહણ કરીને, તેજલેશ્યાનો પ્રયોગ કરે છે. તેનો ઉદ્દેશ્ય અનુગ્રહ અને નિગ્રહ બંને પ્રકારે છે. અનુગ્રહને માટે શીત તેજોવેશ્યા અને નિગ્રહ માટે ઉષ્ણ તેજોવેશ્યાનો પ્રયોગ થાય છે. આધુનિક વિજ્ઞાન પરમાણુ શક્તિનો ઉપયોગ નિર્માણ અને ધ્વસ બંને માટે કરે છે. તે જ રીતે તેજોલબ્ધિનો પ્રયોગ પણ નિર્માણ અને ધ્વસ બંને માટે થાય છે. (૬) આહારક સમુઘાત :- ચૌદ પૂર્વધારી સાધુ આહારક શરીર બનાવે છે. આહારક લબ્ધિના પ્રયોગ સમયે થતાં સમુઠ્ઠાતને આહારક સમુઘાત કહે છે. આહારક લબ્ધિધારી સાધુ આહારક શરીર બનાવવાની ઈચ્છા કરીને, પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાત યોજન પ્રમાણ આત્મપ્રદેશોને દંડાકારે શરીરમાંથી બહાર કાઢે છે અને આત્મપ્રદેશો પર રહેલા પૂર્વ બદ્ધ આહારક શરીર નામકર્મના પુગલોને ખંખેરે છે. નિર્જરા કરે છે) અને આહારક શરીર બનાવવા યોગ્ય પુગલોને ગ્રહણ કરે છે તે આહારક સમુદ્યાત છે. (૭) કેવલી સમુદ્યાત :- અંતર્મુહૂર્તમાં જ મોક્ષ પ્રાપ્ત કરનારા કેવલી ભગવાન જે સમુદ્યાત કરે તેને કેવલીસમદુઘાત કહે છે. તે વેદનીય, નામ અને ગોત્ર કર્મને વિષય કરે છે અર્થાતુ વેદનીય, નામ, ગોત્ર આ ત્રણ કર્મોની સ્થિતિને આયુષ્ય કર્મની સમાન કરવા માટે આ સમુદ્રઘાત થાય છે. જેમાં કેવલ આઠ સમય જ થાય છે.
પ્રથમ સમયમાં કેવલી ભગવાન આત્મપ્રદેશોના દંડની રચના કરે છે. તે દંડ પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં ઊર્ધ્વલોકાંતથી અધોલોકાંત પર્વતનો વિસ્તૃત હોય છે. બીજે સમયે તે દંડને પૂર્વ-પશ્ચિમ(અથવા ઉત્તર-દક્ષિણ)માં ફેલાવે છે. જેથી તે દંડ લોકપર્યત ફેલાયેલા બે કપાટનો આકાર ધારણ કરે છે. ત્રીજા સમયે તે પૂર્વ-પશ્ચિમ દિશામાં લોકાંત પર્યત ફેલાયેલા આત્મપ્રદેશોને ઉત્તર દક્ષિણ દિશામાં લોકાંતપર્યત ફેલાવીને તે જગ્યાને પૂરિત કરે છે. ત્યારે તે જ કપાટ, પૂરિત મંથનનો આકાર ધારણ કરે છે. આમ કરવાથી લોકનો અધિકાંશ ભાગ આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઈ જાય છે. પરંતુ માત્ર લોકાંતના ખૂણાના પ્રદેશ ખાલી રહે છે. ચોથા સમયે તેને પણ પૂર્ણ કરી સમસ્ત લોકાકાશને આત્મપ્રદેશોથી વ્યાપ્ત કરે છે. કારણ કે લોકાકાશના અને જીવના પ્રદેશ તુલ્ય છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે વિપરીત ક્રમથી આત્મપ્રદેશોનો સંકોચ કરે છે અને શરીરસ્થ થઈ જાય છે. છ મલ્વિય સમુપાયવનં :- પ્રજ્ઞાપના પદ રમાં સાત સમુદ્યાત સંબંધી વર્ણન પછી ચાર કષાય સમુઘાતનું વર્ણન છે. ત્યાર પછી છ છાધાસ્થિક સમુદ્યાતનું વર્ણન છે અને ત્યાર પછી સમુઘાત, યોગ નિરોધ તથા સિદ્ધ ભગવાન સંબંધી વર્ણન છે.
અહીં છાઘસ્થિક સમુદ્યાતના વર્ણન પહેલાંના વર્ણન સુધીનો અતિદેશ છે. તેથી સાત સમુઘાતનું વિસ્તૃત વર્ણન અહીં સમજવું જોઈએ. શેષ વર્ણનનો અહીં શાસ્ત્રકારને અપેક્ષિત પ્રસંગ નથી એમ સમજવું.
છે શતક ર/ર સંપૂર્ણ છે