________________
શતક–૨: ઉદ્દેશક–૨
_.
| ૨૮૧ |
કેટલીકવાર, કેટલાક કારણોથી આત્મા પોતાના પ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે અને પાછા સંકોચી લે છે. આ ક્રિયાને જ જૈન પરિભાષામાં સમુદ્દાત કહે છે. સમુદ્યાત સાત છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) વેદના સમુદ્દઘાત - વેદનાના નિમિત્તે જે સમુઘાત થાય તેને વેદનાસમુઘાત કહે છે. તે અશાતાવેદનીય કર્મજન્ય છે. તાત્પર્ય એ છે કે જ્યારે જીવ વેદનાથી અત્યંત પીડિત થાય ત્યારે તે અનંતાનંત [અશાતા વેદનીય] કર્મ સ્કંધોથી વ્યાપ્ત પોતાના આત્મપ્રદેશોને શરીરની બહારના ભાગમાં ફેલાવે છે, તે મુખ, ઉદર આદિ પોલાણને તથા કાન અને ખંભાની વચ્ચેના અંતરાલોને ભરી દઈને, લંબાઈ અને પહોળાઈમાં શરીર પરિમિત ક્ષેત્રમાં વ્યાપ્ત થાય છે. જીવ એક અંતર્મુહૂર્ત પર્યત આ અવસ્થામાં રહે છે. તે અંતર્મુહૂર્તમાં અશાતાવેદનીય કર્મના પ્રચુર પુગલોને ઉદીરણાથી ખેંચીને ઉદયાવલિકામાં લાવીને વેદ છે, આ રીતે કર્મપુદગલોને આત્મપ્રદેશો પરથી ખંખેરી નાખે છે, નિર્જરા કરે છે. આ ક્રિયાનું નામ વેદના સમુદ્યાત છે. (૨) કષાય સમુદ્દઘાત - ક્રોધાદિ કષાયના કારણે થતા સમુદુઘાતને કષાય સમુઘાત કહે છે. તે મોહનીય કર્મને આશ્રિત છે અથવા તીવ્ર કષાયના ઉદયમાં જીવ જ્યારે ક્રોધાદિયુક્ત બને છે ત્યારે પોતાના આત્મપ્રદેશોને બહાર ફેલાવીને, મુખ, ઉદર આદિ શરીરગત પોલાણ, કાન અને ખંભાની વચ્ચેના ભાગને આત્મપ્રદેશોથી ભરી દઈને, શરીરપ્રમાણ લાંબા-પહોળાં ક્ષેત્રમાં વ્યાપ્ત થઈને અંતર્મુહૂર્ત પર્યત સ્થિત રહે છે. તેટલા સમયમાં પ્રચુર કષાય મોહનીય કર્મના પુલોને પોતાના આત્મપ્રદેશો પરથી ખંખેરી નાખે છે, નિર્જરા કરે છે, આ ક્રિયા કષાય સમુદ્યાત છે. (૩) મારણાંતિક સમુદ્વ્રાતઃ– મૃત્યુ સમયે, આયુષ્યકર્મને આશ્રિત જે સમુદ્યાત થાય તેને મારણાત્તિક સમદુઘાત કહે છે. આયુષ્યકર્મ ભોગવતાં ભોગવતાં જ્યારે અંતર્મુહુર્ત પ્રમાણ શેષ રહે ત્યારે જીવ પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢે અને મુખ, ઉદર વગેરે પોલાણ તથા કાન અને ખંભાની વચ્ચેના આકાશપ્રદેશો પર તે આત્મપ્રદેશને ફેલાવી પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાત્મો ભાગ અને ઉત્કૃષ્ટ એક જ દિશામાં ઉત્પત્તિ સ્થાન સુધી અસંખ્યાત યોજનમાં વ્યાપ્ત થઈને, અંતર્મુહૂર્ત સુધી તે જ અવસ્થામાં સ્થિત રહે છે. તે સમયે આયુષ્ય કર્મના પ્રચુર-પુદ્ગલોને પોતાના આત્મપ્રદેશો પરથી ખંખેરીને, આયુષ્યકર્મની નિર્જરા કરે છે. આ ક્રિયાને મારણાન્તિક સમુદ્દાત કહે છે. (૪) વૈદિય સમુદૂઘાત - વિક્રિયા–શરીર બનાવવાના પ્રારંભ સમયે વૈક્રિયશરીરનામ કર્મને આશ્રિત જે સમુઘાત થાય તેને વૈક્રિય સમુદ્દાત કહે છે. વૈક્રિય લબ્ધિ સંપન્ન જીવ પોતાના જીર્ણ શરીરને પુષ્ટ અને સુંદર બનાવવા માટે અથવા વિવિધ રૂપોની વિદુર્વણા કરવા માટે પોતાના આત્મપ્રદેશોને એક દંડના આકારે બહાર કાઢે છે. તે દંડની પહોળાઈ અને જાડાઈ શરીર પ્રમાણ અને લંબાઈ સંખ્યાત યોજનાની હોય છે. તે અંતઃમુહુર્ત પર્યત સ્થિત રહે છે. તેટલા સમયમાં પૂર્વબદ્ધ વૈક્રિયશરીર નામકર્મના સ્થલ પુદ્ગલોને ઉદયમાં લાવી, આત્મપ્રદેશો પરથી ખંખેરી નાંખે છે અને અન્ય નવા વૈક્રિય શરીર બનાવવા યોગ્ય સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. આ વૈક્રિય સમુદુઘાત છે. (૫) તૈજસ સમુદ્રઘાત :- તેજોલબ્ધિના પ્રયોગ સમયે તેજોલબ્ધિ સંપન્ન પુરુષ પોતાના આત્મપ્રદેશોનું શરીરની બહાર પ્રક્ષેપણ કરે છે. તેને તૈજસ સમુઘાત કહે છે. તે પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાત યોજન પ્રમાણ દંડનું નિર્માણ કરે છે. તે પુરુષ તૈજસ શરીર નામકર્મના પુદ્ગલોનું