________________
[ ૨૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
શતક-ર : ઉદ્દેશક-ર
સમકા.
સમુદ્યાત
સમુદ્યાત વર્ણન :| १ कइ णं भंते ! समुग्घाया पण्णत्ता ?
गोयमा ! सत्त समुग्घाया पण्णत्ता, तं जहा- वेयणा समुग्घाए जाव केवली समुग्घाए । एवं समुग्घायपदं छाउमत्थियसमुग्घायवज्ज णेयव्वं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સમુદ્યાત કેટલાં કહ્યાં છે?
ઉત્તર– હે ગૌતમ! સમુઘાતના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિક સમુદ્દાત (૪) વૈક્રિય સમુઘાત (૫) તૈજસ સમુઘાત (૬) આહારક સમુદ્યાત (૭) કેવલી સમુદ્યાત.
અહીં પ્રજ્ઞાપના સૂત્રના ૩૬માં સમુદ્યાત પદનું કથન કરવું જોઈએ પરંતુ તેમાં પ્રતિપાદિત છદ્મસ્થ સમુદુઘાતનું વર્ણન અહીં ન કરવું જોઈએ અર્થાત્ છાઘસ્થિક સમુઘાત વર્ણનથી પૂર્વનું વર્ણન અહીં જાણવું.
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં એક જ સૂત્રમાં સમુદ્યતનું સંક્ષિપ્ત નિરૂપણ છે અને સંપૂર્ણ વકતવ્ય માટે પ્રજ્ઞાપના સૂત્ર-૩૬માં પદ અનુસાર જાણવાનો નિર્દેશ કર્યો છે.
સમદુઘાતઃ- (૧) વિશેષ પરિસ્થિતિમાં પોતાના આત્મપ્રદેશોનું બહાર પ્રક્ષેપણ કરવું તે ક્રિયાને સમુઘાત કહે છે અથવા (૨) સમ = એકી સાથે, ઉ = ઉત્કૃષ્ટ પણે, ઘાત = કર્મોનો ઘાત. જે ક્રિયામાં એકી સાથે ઉત્કૃષ્ટપણે કર્મોનો ઘાત-નિર્જરા થાય તે ક્રિયાને સમુદ્દાત કહે છે. આત્મા સમુઘાત શા માટે કરે છે? - જેમ કોઈ પક્ષીની પાંખો પર અત્યંત ધૂળ છવાઈ ગઈ હોય ત્યારે તે પક્ષી પોતાની પાંખ ફેલાવી ફિફડાવીને તેના પર છવાયેલી ધૂળને ખંખેરી નાખે છે તેમ આત્મા પણ બદ્ધ કર્મના અણુઓને ખંખેરવા માટે સમુદ્યાત નામની ક્રિયા કરે છે. આત્મા અસંખ્ય પ્રદેશી હોવા છતાં પણ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું તેનું શરીર પરિમિત હોય છે. આત્મપ્રદેશોમાં સંકોચવિસ્તારનો ગુણ હોવાથી આત્મપ્રદેશો પોતાને મળેલા શરીર અનુસાર વ્યાપ્ત થઈ શકે છે. તેમ છતાં