________________
[ ૨૭૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
નથી અથવા પૂર્વની પ્રતિમાઓના એક, બે માસ પણ ત્યાર પછીની પ્રતિમામાં સમ્મિલિત થઈ જાય છે. તેથી દ્વિમાસિકી, ત્રિમાસિકી તે પ્રકારે કથન કરાય છે અથવા પ્રત્યેક પ્રતિમાનો સમય એક માસનો જ છે પરંતુ પ્રત્યેક પ્રતિમામાં આહારની દત્તિઓની વૃદ્ધિના કારણે ક્રમશઃ દ્વિમાસિકી, ત્રિમાસિકી આ પ્રકારે કથન કરાય છે. અહોરાત્રિ - અગિયારમી પ્રતિમા અહોરાત્ર–આઠ પ્રહરની છે અને બારમી પ્રતિમા એકરાત્રિ–ચાર પ્રહરની છે. અગિયારમી અને બારમી પ્રતિમાની આરાધના છઠ અને અઠ્ઠમતપ પૂર્વક કરાય છે. આ રીતે તેનું તપ ક્રમશઃ બે દિવસ અને ત્રણ દિવસનું છે. પરંતુ તેમાં કાયોત્સર્ગ ક્રમશઃ અહોરાત્ર અને એક રાત્રિ પર્યત જ કરવાનો હોય છે. આ કાયોત્સર્ગના કાલમાનની મુખ્યતાએ તેના નામ અહોરાત્રિની અને એકરાત્રિની છે તે સાર્થક છે. ભિક્ષ પ્રતિમાના આરાધકની યોગ્યતા - સુદઢ સંઘયણ સંપન્ન, ધૃતિસંપન્ન, શક્તિસંપન્ન, વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ધારક જ પ્રતિમાનું આરાધન કરી શકે છે. જ્ઞાન સંપદા – જઘન્ય નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન દશપૂર્વનું શ્રુતજ્ઞાન હોવું આવશ્યક છે.
વૃત્તિકારે પ્રશ્ન કર્યો છે કે સ્કંદક અણગાર તો કેવળ અગિયાર અંગના અધ્યેતા હતા. તો તેણે પ્રતિમાની આરાધના કેવી રીતે કરી? તેનું સમાધાન એ છે સ્કંદક અણગારે પ્રભુની આજ્ઞાથી પ્રતિમાની આરાધના કરી હતી. કેવળજ્ઞાનીની ઉપસ્થિતિ–અનુમતિમાં શ્રુતનો નિયમ લાગુ પડતો નથી. પ્રતિમાના આરાધકનો જીવન વ્યવહાર :- તે શરીર સંસ્કારનો અને દેહાસક્તિનો ત્યાગ કરીને, અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સમભાવથી સહન કરે છે. પરિચિત સ્થાનમાં એક રાત્રિ અને અપરિચિત સ્થાનમાં બે રાત્રિ રહે છે. તેથી વધુ રહે નહીં. ભાષા :- તે ચાર પ્રકારની ભાષા બોલી શકે છે– યાચની, પૃચ્છની, અનુજ્ઞાપની-સ્થાનાદિની આજ્ઞા લેવા માટેની અને પૃષ્ટ વ્યાકરણી–પ્રશ્નોના ઉત્તર આપવા માટેની. સ્થાન - તે ઉપાશ્રય સિવાય મુખ્યતયા ત્રણ સ્થાનમાં નિવાસ કરે છે. (૧) આરામગૃહ–જેની ચારે તરફ બગીચા હોય (૨) વિકટગૃહ–જે ચારે તરફ ખુલ્લું પરંતુ ઉપરથી આચ્છાદિત હોય (૩) વૃક્ષમૂલગૃહ. સંસ્તારક-તે ત્રણ પ્રકારના સંતારક ગ્રહણ કરી શકે છે, પૃથ્વીશિલા, કાષ્ઠશિલા અને દર્ભનો સસ્તારક. અધિકતર સમય સ્વાધ્યાય અને ધ્યાનમાં જ વ્યતીત કરે છે. તે શરીરની સુખાકારી માટે સ્થાનાંતર કરતા નથી. ગૌચરીની વિધિ :- તે પ્રાયઃ અજ્ઞાતકલમાંથી અને આચારાંગ અને દશવૈકાલિક સૂત્રમાં નિર્દિષ્ટ વિધિ અનુસાર એષણીય અને નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે છે. દિવસના આદિ, મધ્ય કે અંતિમ ભાગમાં ગમે તે એક ભાગમાં ભિક્ષા ગ્રહણ કરી શકે છે.
પ્રતિમાની આરાધના માટે શાસ્ત્રકારે સહાયુત્ત, અહીં આદિ પાંચ પદનો પ્રયોગ કર્યો