________________
શતક-૨: ઉદ્દેશક-૧
_
૨૬૯ |
भूए किसे धमणिसंत्तए जाए यावि होत्था । जीवंजीवेण गच्छइ, जीवंजीवेण चिट्ठइ, भासं भासित्ता वि गिलाइ, भासं भासमाणे गिलाइ, भां भासिस्सामीति गिलाइ। से जहाणामए कट्ठसगडिया इ वा पत्तसगडिया इ वा पत्ततिलभडगसगडिया इ वा एरडकट्ठसगडिया इ वा इंगालसगडिया इ वा उण्हे दिण्णा सुक्का समाणी ससदं गच्छइ, ससदं चिट्ठइ, एवामेव खंदए वि अणगारे ससदं गच्छइ, ससदं चिट्ठइ, उवचिए तवेणं, अवचिए मंससोणिएणं, हुयासणे विव भासरासिपडिच्छण्णे तवेणं तेएणं, तवतेयसिरीए अईव अईव उवसोभेमाणे चिट्ठइ। ભાવાર્થ :- તત્પશ્ચાત્ તે ઉદાર, વિપુલ, પ્રયત્ન પૂર્વક પ્રગૃહીત, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, શ્રીયુક્ત[શોભાસ્પદ), ઉત્તમ, ઉદગ્ર-ઉત્તરોત્તર વૃદ્ધિ યુક્ત, ઉદાત્ત–ઉજ્જવલ, સુંદર, ઉદાર અને મહાપ્રભાવશાળી તપકર્મથી તેનું શરીર શુષ્ક થઈ ગયું, રૂક્ષ થઈ ગયું, માંસ રહિત થઈ ગયું. તેના શરીરમાં માત્ર હાડકા અને ચામડા જ રહ્યા હતા. ચાલતા સમયે તેમના હાડકાં ખડખડ અવાજ કરતાં હતાં, તે કૃશ અને દુર્બલ થઈ ગયા હતા, તેની નસો સ્પષ્ટ જણાતી હતી. હવે તે કેવલ આત્મબળથી ચાલતા હતા, આત્મબળથી ઊભા રહેતા હતા તથા તે એટલા દુર્બળ થઈ ગયા હતા કે ભાષા બોલ્યા પછી, ભાષા બોલતાં બોલતાં પણ અને ભાષા બોલીશ એવા વિચારથી ગ્લાનિને પ્રાપ્ત થતા હતા.તિને બોલવામાં પણ કષ્ટ થતું હતું. જેમ કોઈ સુકા લાકડાથી ભરેલી ગાડી હોય, પાંદડાથી ભરેલી ગાડી હોય, તલ અને અન્ય સુકા સામાનથી ભરેલી ગાડી હોય, એરંડાના લાકડાથી ભરેલી ગાડી હોય કે કોલસાથી ભરેલી ગાડી હોય, સર્વ ગાડીઓ[ગાડીમાં ભરેલી સામગ્રી તાપથી સારી રીતે સુકાઈ ગઈ હોય અને પછી તેને ચલાવે તો તે ખડખડ અવાજ કરતી ચાલે છે, ઊભી રહે છે. તે જ રીતે જ્યારે સ્કંદક અણગાર ચાલે, ઊભા રહે, ત્યારે ખડખડ અવાજ થતો હતો. યદ્યપિ તે શરીરથી દુર્બલ થઈ ગયા હતા તથાપિ તપથી પુષ્ટ હતા. તેનું માંસ અને રક્ત ક્ષીણ[અત્યંત અલ્પ થઈ ગયું હતું પરંતુ રાખથી ઢાંકેલી અગ્નિની જેમ તે તપ અને તેજથી તથા તપ-તેજની શોભાથી અતીવ-અતીવ સુશોભિત થઈ રહ્યા હતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નિગ્રંથ દીક્ષા પછી સ્કંદક અણગાર દ્વારા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કેવી રીતે કરવામાં આવી હતી, તેનું સાંગોપાંગ વિવરણ પ્રસ્તુત કર્યું છે. બાર ભિક્ષુ પ્રતિમા – વૃત્તિકારે પ્રતિમા' શબ્દનો અર્થ 'અભિગ્રહ કર્યો છે. પ્રતિમાનું વિસ્તૃત વર્ણન, તેનું કાલમાન, તપસ્યા, સ્થાન, આસન વગેરે દશાશ્રુત સ્કંધથી જાણી લેવું જોઈએ.
બાર પ્રતિમાના કાલમાન વિષયક ટીકાકારે સ્પષ્ટતા કરી છે કે રો માસિયા તિ માસિયા આ પાઠથી દ્વિતીય એક માસિકી, તૃતીયા એક માસિકી. આ પ્રકારે અર્થ કરવો જોઈએ. કારણ કે આ પ્રતિમાઓનું પાલન નિરંતર શીત અને ગ્રીષ્મ કાલના આઠ માસમાં જ કરાય છે. ચાતુર્માસમાં પ્રતિમાનું પાલન થતું