________________
૨૬૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ગુણરત્ન સંવત્સર નામના તપશ્ચરણનો સ્વીકાર કરીને, વિચરવા લાગ્યા. ગુણરત્ન સંવત્સર તપની વિધિ આ પ્રમાણે છે
પહેલા મહિનામાં નિરંતર ચતુર્થભક્ત તપકર્મ ઉપવાસ કરવા. દિવસે સૂર્ય સન્મુખ દષ્ટિ રાખી, આતાપના ભૂમિમાં ઉત્કટુક આસને સ્થિત થઈને, સૂર્યની આતાપના લેવી અને રાત્રિએ અપાવૃત્તનિર્વસ્ત્ર થઈ, વીરાસને સ્થિત થઈને, ઠંડી સહન કરવી. બીજા મહિનામાં નિરંતર છઠના પારણે છઠ કરવા. દિવસે ઉત્કટુક–ઉભડક આસને બેસી સૂર્યની સન્મુખ મુખ રાખીને, સૂર્યની આતાપના લેવી, રાત્રિએ નિર્વસ્ત્ર થઈને, વીરાસને બેસીને, ઠંડી સહન કરવી. ત્રીજા માસે ઉપર્યુક્ત વિધિ અનુસાર નિરંતર અટ્ટમના પારણે અટ્ટમ કરવા. આ જ વિધિ અનુસાર ચોથા મહિને ચાર ઉપવાસના પારણે ચાર ઉપવાસ, પાંચમા મહિને પાંચ ઉપવાસના પારણે પાંચ ઉપવાસ, છઠ્ઠા મહિને નિરંતર છ ઉપવાસના પારણે છ ઉપવાસ, સાતમા મહિને સાત ઉપવાસના પારણે સાત ઉપવાસ, આઠમા મહિને આઠ ઉપવાસના પારણે આઠ ઉપવાસ, નવમા મહિને નવ-નવ ઉપવાસ, દશમા મહિને દશ-દશ ઉપવાસ, અગિયારમા મહિને અગિયાર–અગિયાર ઉપવાસ, બારમા મહિને બાર—બાર ઉપવાસ, તેરમા મહિને તેર-તેર ઉપવાસ, ચૌદમા મહિને ચૌદ-ચૌદ ઉપવાસ, પંદરમા મહિને પંદર-પંદર ઉપવાસ, સોળમા મહિને નિરંતર સોળ સોળ ઉપવાસ કરવા. આ સર્વ તપસ્યામાં દિવસે ઉત્કકાસને સ્થિત થઈને, સૂર્ય સન્મુખ મુખ કરીને, આતાપના ભૂમિમાં આતાપના લેવી. રાત્રીના સમયે વસ્ત્રરહિત થઈને, વીરાસનમાં બેસીને, ઠંડી સહન કરવી.
|५० तए णं से खदए अणगारे गुणरयणसंवच्छरं तवोकम्मं अहासुत्तं अहाकप्पं जाव आराहेत्ता जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता बहूहिं चउत्थ-छट्ट-अट्ठमदसम-दुवालसेहि, मासद्धमासखमणेहिं विचित्तेहिं तवोकम्मे हिं अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી સ્કંદક અણગારે [ઉપરોક્ત વિધિ અનુસાર ગુણરત્નસંવત્સર નામના તપશ્ચરણની સૂત્રોનુસાર, કલ્પાનુસાર આદિ પૂર્વવત્ આરાધના કરી. તત્પશ્ચાત્ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા, ત્યાં તે આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. પછી તે અનેક ઉપવાસ, છઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસખમણ, અદ્ધમાસખમણ ઈત્યાદિ વિવિધ પ્રકારના તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
५१ तए णं से खदए अणगारे तेणं उरालेणं, विउलेणं पयत्तेणं पग्गहिएणं कल्लाणेणं सिवेणं धण्णेणं मंगल्लेणं सस्सिरीएणं उदग्गेणं उदत्तेणं उत्तमेणं उदारेणं महाणुभागेणं तवोकम्मेणं सुक्के लुक्खे णिम्मसे अट्ठिचम्मावणद्धे किडिकिडिया