________________
શતક—૨ ઃ ઉદ્દેશક ૧
છે. 'સૂત્ર' શબ્દ વિધિસૂત્રનો સૂચક છે, 'કલ્પ'–મર્યાદા અથવા વ્યવસ્થાનો, 'માર્ગ'–પદ્ધતિના અનુસરણનો, 'તત્ત્વ'–પ્રતિમાના વાસ્તવિક સ્વરૂપનો અને 'સામ્ય' શબ્દ સમભાવનો સૂચક છે. આ રીતે અહાસુત્ત-સૂત્ર નિર્દિષ્ટ વિધિ અનુસાર. મહાપ્થ-કલ્પ-મર્યાદા અનુસાર. અહામ་-માર્ગ, જ્ઞાન, દર્શનાદિ રૂપ મોક્ષમાર્ગની મર્યાદા અનુસાર અથવા ક્ષાયોપશમિક ભાવ અનુસાર. અહાતત્ત્વ યથાતથ્ય—પ્રતિમાના વાસ્તવિક સ્વરૂપ અનુસાર. અાસમ્ન-સમભાવપૂર્વક.
૨૭૧
તેમજ પ્રતિમાની આરાધનાની પૂર્ણતા માટે શાસ્ત્રકારે 'ગલેફ' આદિ પદનો પ્રયોગ કર્યો છે. વાણં પાલેફ- કેવળ મનોરથ માત્ર નહીં પરંતુ ઉચિત સમયે વિધિપૂર્વક શરીર દ્વારા પ્રવૃત્તિ કરી. પાલેફ્– વારંવાર ઉપયોગપૂર્વક–સાવધાનતાપૂર્વક તેનું પાલન કર્યું.
સોહેડ્– શોભિત–પારણાના દિવસે ગુરુ આજ્ઞાનુસાર આહાર ગ્રહણ કરીને વ્રતને શોભિત કર્યું અથવા શોધિત–સ્વીકૃત વ્રતમાં દોષનું સેવન ન કરીને વ્રતને શોધિત કર્યું.
તીરેક્– વ્રતની કાલમર્યાદાને પૂરી કરી.
પૂરે– વ્રતને પરિપૂર્ણ કર્યું.
વિદે– કીર્તન–વ્રતના અમુક અમુક અનુષ્ઠાનો મેં પૂર્ણ કર્યા છે તે પ્રકારે વ્રતનો મહિમા પ્રગટ કર્યો. અનુપાìક્- વ્રત પૂર્ણ થયા પછી પણ તેની અનુમોદના–પ્રશંસા કરી.
આ રીતે સ્કંદક અણગારે આજ્ઞાનુસાર વિધિપૂર્વક પ્રતિમાની આરાધના કરી.
ગુણરત્ન સંવત્સર તપ :– જે તપમાં ગુણરૂપી રત્નો સહિત સંપૂર્ણ વર્ષ વ્યતીત થાય તે ગુણરત્ન સંવત્સર તપ છે. અથવા જે તપ કરવાથી ૧૬ માસ પર્યંત એકજ પ્રકારની નિર્જરારૂપ વિશેષગુણની રચના થાય તે ગુણરત્ન સંવત્સર તપ છે. આ તપશ્ચર્યામાં ૧૬ મહિના થાય છે. જેમાં ૪૦૭ દિવસ ઉપવાસના અને ૭૩ દિવસ પારણાના હોય છે. શેષ સર્વ વિધિ મૂલપાઠમાં સ્પષ્ટ છે.
ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહીત તપના વિશેષણોની વ્યાખ્યા આ પ્રમાણે છે– ૩૬૬ = લૌકિક આશાથી રહિત હોવાથી ઉદાર. વિપુત્ત = દીર્ઘકાલ પર્યંત ચાલતું રહેવાથી વિપુલ. પ્રવૃત્ત = પ્રમાદ છોડીને, અપ્રમત્તતાપૂર્વક આચરિત હોવાથી પ્રદત્ત અથવા પાઠાંતર પયત્તળ = પ્રયત્નપૂર્વક આચરિત. પ્રવૃત્તીત = બહુમાનપૂર્વક આચરિત હોવાથી પ્રગૃહીત. ૩ત્તમ = ઉત્તમ પુરુષદ્વારા સેવિત અથવા ઉત્ +તમ = અજ્ઞાનથી ઉપર ઊઠેલા સાધકનું તપ ઉત્તમ કહેવાય છે.
સ્કંદક અણગારની સંલેખના-ભાવના :
५२ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे समोसरणं जाव परिसा पडिगया।
ભાવાર્થ : - તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહનગરમાં પધાર્યા. સમવસરણની રચના થઈ વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું તેમજ પરિષદ ભગવાનનો ધર્મોપદેશ સાંભળીને પાછી ફરી.