________________
शत:-२: 6देश-१
| २१ ।
વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું આપની પાસે કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવા ઈચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, શુભકાર્યમાં વિલંબ ન કરો.
४० तए णं समणे भगवं महावीरे खंदयस्स कच्चायणसगोत्तस्स, तीसे य महइमहालियाए परिसाए धम्म परिकहेइ । धम्मकहा भाणियव्वा । ભાવાર્થ :- તત્પશ્ચાતુ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકને અને તે અત્યંત વિશાળ પરિષદને ધર્મકથા કહી. [અહીં ધર્મકથાનું વર્ણન ઔપપાતિક સૂત્રોનુસાર કરવું
म.] | ४१ तए णं से खंदए कच्चायणसगोत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म इट्ठतुढे जाव हियए उठाए उठेइ, उठ्ठित्ता समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमसइ, वदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तियामि णं भंते ! णिग्गंथं पावयणं, रोएमिणं भंते ! णिग्गंथं पावयणं, अब्भुट्ठमि णं भंते ! णिग्गंथं पावयणं; एवमेयं भंते ! तहमेयं भंते! अवितहमेयं भंते ! असंदिद्धमेयं भंते ! इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ! इच्छिय पडिच्छियमेयं भंते ! से जहेयं तुब्भे वयह त्ति कटु समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता उत्तरपुरस्थिमं दिसीभागं अवक्कममइ, अवक्कमित्ता तिदंडं च कुंडियं च जाव धाउरत्ताओ य एगते एडेइ, एडित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समण भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिण करेइ, करित्ता जाव णमंसित्ता एवं वयासीભાવાર્થ :- તપશ્ચાત્ તે કાત્યાયન ગોત્રીય સ્જદક પરિવ્રાજકે શ્રમણ ભગવાન મહાવીરના શ્રીમુખેથી ધર્મકથા સાંભળી સાંભળીને, હદયમાં અવધારણ કરીને, અત્યંત હર્ષિત થયા, સંતુષ્ટ થયા, તેનું હૃદય હર્ષથી વિકસિત થયું. તદંતર પોતાની ઉત્થાન શકિતથી ઊઠ્યા, ઊભા થઈને અને શ્રમણ ભગવાન મહાવીરની જમણી બાજુથી ત્રણવાર પ્રદક્ષિણા કરીને, વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને, સ્કંદક પરિવ્રાજકે આ પ્રમાણે કહ્યું, "હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા રાખું છું. હું નિગ્રંથ પ્રવચન પ્રત્યે પ્રીતિ ધરાવું છું. નિગ્રંથ પ્રવચનમાં મને રુચિ છે, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રજિત થવા માટે અભ્યત થાઉં છું અર્થાત્ નિગ્રંથ પ્રવચનનો સ્વીકાર કરું છું. હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન આ જ પ્રકારે છે, આ જ તથ્ય છે, આ સત્ય છે, આ અસંદિગ્ધ છે, ભગવન્! આ જ મને ઈષ્ટ છે, પ્રતીષ્ટ છે, ઈષ્ટ–પ્રતીષ્ટ છે. હે ભગવન્! જેમ આપ ફરમાવો છો તેમ જ છે." એમ કહી, સ્કંદક પરિવ્રાજકે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. એ પ્રમાણે કરીને તે ઉત્તર પૂર્વ દિગુભાગ [ઈશાનકોણમાં