________________
૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
તભવમરણ :- 'કાશી કરવત લેવી.' લોકોકિત છે કે કોઈ વ્યક્તિને મનુષ્યમાંથી મનુષ્ય જન્મ જ પ્રાપ્ત કરવો હોય તો કાશી જઈને સંકલ્પ પૂર્વક કરવતથી સ્વયં આત્મઘાત કરે તેને પુનઃ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના મરણમાં બાલચેષ્ટા હોવાથી તેને બાલમરણ કહે છે.
પંડિતમરણ કે સમાધિમરણમાં કોઈ પણ પ્રકારનો આવેશ નથી. પૂર્ણ શાંત અને સ્વસ્થતા છે. જ્યાં સુધી શરીર આત્મગુણોની વૃદ્ધિમાં સહાયક હોય, ત્યાં સુધી તે જીવન–વહન કરે છે અને જ્યારે તે કાર્યક્ષમ ન રહે, ત્યારે સાધક સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરે, તેને પંડિતમરણ કહે છે. આ પ્રકારની સાધના તેની સ્વતંત્રતાનો સદુપયોગ છે અને સંસારના અંતનો અમોઘ ઉપાય છે. આવા પંડિત મરણના બે પ્રકાર છે.
(૧) પાદપોપગમન :- પાદપ–વૃક્ષ. ચારે પ્રકારના આહારનો જીવન પર્યત ત્યાગ કરીને, વૃક્ષની જેમ નિશ્ચેષ્ટ અર્થાત્ સર્વ પ્રકારની યૌગિક ચેષ્ટાઓથી રહિત બનીને, મૃત્યુ પર્યત આત્મભાવમાં લીન બની જવું તેને પાદપોગમન કહે છે. તેમાં શરીર સંસ્કાર, સેવા-સુશ્રુષા આદિ કોઈ પણ પ્રતિકર્મ નથી. તેથી તેને અપ્રતિકર્મ કહે છે.
(૨) ભક્ત પ્રત્યાખ્યાન - જીવન પર્યત ત્રણ અથવા ચારે આહારનો ત્યાગ કરીને, આત્મભાવમાં રહેવું તે ભક્ત પ્રત્યાખ્યાન છે. તેમાં શારીરિક હલન-ચલન, આવશ્યક્તાનુસાર સેવા-સુશ્રુષા આદિની છૂટ હોય છે. તેથી તેને સપ્રતિકર્મ કહે છે. પંડિતમરણમાં ઈગિત મરણનો પણ ઉલ્લેખ છે. પરંતુ તેનો સમાવેશ ભક્ત પ્રત્યાખ્યાનમાં થઈ જાય છે.
બંને પ્રકારના મરણના નીહારિમ અને અનીહારિમ તેવા બે ભેદ થાય છે. નીહરિ :- જેના શરીરનું નીહરણ (અગ્નિસંસ્કાર) થાય તે નીહારિમ અર્થાત્ સાધક જે સ્થાનમાં(ઉપાશ્રયમાં) મરણ પામે–શરીર છોડે, તે સ્થાનથી અન્યત્ર લઈ જઈને જેના મૃત શરીરની અંતિમવિધિ કરાય છે તેને નીહારિમ કહે છે.
સદારિમ :- જેના શરીરનું નીહરણ (અગ્નિસંસ્કાર) ન થાય અર્થાત્ સાધક જે સ્થાનમાં(જંગલ આદિમાં) શરીર છોડે, તે જ સ્થાનમાં તેના મૃતદેહને છોડી દેવાય. જેના મૃતદેહની કોઈ અંતિમ વિધિ કરવામાં આવતી નથી તેને અનીહારિમ કહે છે.
સ્જદકનું નિગ્રંથધર્માચરણ :|३९ एत्थ णं खंदए कच्चायणसगोत्ते संबुद्धे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुझं अंतिए केवलिपण्णत्तं धम्मं णिसामित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध।
ભાવાર્થ :- કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને સંબોધ પ્રાપ્ત થયો. તેણે શ્રમણ ભગવાન મહાવીરને