________________
શતક-૨: ઉદ્દેશક-૧
_
૨૫૯ |
તે લોક. તે વ્યુત્પત્તિ અનુસાર 'લોક' શબ્દનો અર્થ પુગલ દ્રવ્ય થાય. પુગલ એક દ્રવ્ય જ રૂપી છે અને તે દેખાય છે. તેથી જ ભાવલોકમાં પુદ્ગલની વર્ણાદિ પર્યાયનું કથન કર્યું છે. (૨) જીવ સાત છે અને અનંત પણ છે :- પૂર્વવત દ્રવ્ય અને ક્ષેત્રથી સાત તથા કાલ અને ભાવથી અનંત છે. અહીં ભાવથી જીવમાં જ્ઞાનાદિ અનંત પર્યાય છે.
(૩) સિદ્ધિ સાંત છે અને અનંતપણ છે - અહીં સિદ્ધિનો અર્થ સિદ્ધાલય કર્યો છે. તે ઈષપ્રાશ્મારા નામની આઠમી પૃથ્વી છે, તે પણ દ્રવ્ય અને ક્ષેત્રથી સાત અને કાલ અને ભાવથી અનંત છે.
(૪) સિદ્ધ સાત છે અને અનત પણ છે - દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધ એક છે. આ સિદ્ધાંત મુક્તાત્માના સ્વતંત્ર અસ્તિત્વનો પ્રતિપાદક છે. અનંત જીવ સિદ્ધ થઈ ગયા છે, તે અપેક્ષાએ સિદ્ધ અનંત છે. પરંતુ અહીં એક સિદ્ધની વિવેક્ષા છે.
અન્ય દાર્શનિકોની જે માન્યતા છે કે પ્રત્યેક આત્મા ઈશ્વરનો અંશ છે અને જ્યારે તે સિદ્ધ કે મુક્ત થાય ત્યારે ઈશ્વરમાં વિલય પામે છે. જૈન દર્શનાનુસાર પ્રત્યેક સિદ્ધાત્મા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આ કથનથી ઉપરોક્ત માન્યતાનું નિરાકરણ થઈ જાય છે. આત્મ-સ્વાતંત્ર્યની અપેક્ષાએ જ પ્રભુએ કહ્યું છે કે દ્રવ્યથી સિદ્ધ એક છે. ક્ષેત્રથી અસંખ્યપ્રદેશાત્મક હોવાથી સાંત છે. કાલથી તે અનંત છે. કારણ કે સિદ્ધ પર્યાયનો ક્યારે ય નાશ થતો નથી. સાધારણતઃ અનાદિ વસ્તુ અનંત હોય છે. પરંતુ સિદ્ધ પર્યાય અનાદિ નથી. કારણ કે જીવ સ્વપુરુષાર્થથી અને સર્વ કર્મથી મુક્ત થાય ત્યારે સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે, ત્યારે તેની આદિ–પ્રારંભ થાય છે, પરંતુ પ્રાપ્ત થયા પછી તે જીવ પુનઃ કર્મબદ્ધ થતો નથી. તેથી સિદ્ધ અનંત છે. ભાવથી અનંત જ્ઞાનાદિ પર્યાયોની અપેક્ષાએ અનંત છે. (૫) બાલમરણથી મૃત્યુ પામતા જીવ સંસારને વધારે છે અને પંડિત મરણથી મરતા જીવ સંસારનો અંત કરી શકે છે.
પ્રભુએ બંને પ્રકારના મરણ અને તેના પરિણામની અનેકાંત દષ્ટિકોણથી સમીક્ષા કરી છે. કોઈ પણ જીવ જીવન જીવવામાં સ્વતંત્ર છે. તે જ રીતે મૃત્યુને માટે પણ તેની સ્વતંત્રતા છે. આ સ્વતંત્રતાનો સદુપયોગ અને દુરુપયોગ બંને થઈ શકે છે. બાલમરણ તે સ્વતંત્રતાનો દુરુપયોગ છે. કષાયાદિના આવેશથી વ્યક્તિ કોઈ પણ પ્રકારે આત્મહત્યા કરે, તે બાલમરણ છે. તેના બાર પ્રકારનું કથન મૂળ પાઠમાં કર્યું છે. આ મરણમાં કષાયની તીવ્ર પરંપરા હોવાથી વ્યક્તિ જન્મમરણની પરંપરાને વધારે છે. Fાદ્ધ પુકુ મરણ :- ગૃદ્ધ સ્પષ્ટ મરણ. અહીં સ્પષ્ટ શબ્દ ગીધ પક્ષીના ચાંચથી ખાવાના અર્થમાં પ્રયુક્ત છે. 'પૃષ્ટ' શબ્દના પ્રાકૃતમાં ત્રણ શબ્દો થાય છે–fપટ્ટ, , પટ્ટ તેથી પ્રતોમાં ત્રણ પ્રકારના પાઠ મળે છે. આગમમાં સ્પષ્ટ શબ્દ માટે પુદ્દો શબ્દ બહુ પ્રચલિત છે. તેથી પ્રસ્તુતમાં પુ પાઠ રાખ્યો છે. આ બાલમરણનું તાત્પર્ય છે કે કસાયાવેશથી શરીરવયવો પર રાતા રંગનો કોઈપણ પદાર્થ લગાવી ગીધ આદિ પક્ષીઓને શરીર ખવડાવીને મરવું.