________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
જિજ્ઞાસુ સાધક !
આજે ગણધર રચિત, વિરાટકાય પાંચમું અંગ શ્રી ભગવતી સૂત્ર (ભાગ -૧, શતક ૧ થી ૪) દેવ, ગુરુ, ધર્મ પસાયે અર્ધમાગધી મૂળપાઠ અને ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત કરતાં મયૂરના થનગનાટ સમો હર્ષવિભોર હૈયાનો વીર્ષોલ્લાસ થનગનાટ પ્રગટ કરી રહ્યા છે, પ્રાણ પરિવારનું સતીમંડળ ભાગ્યશાળી, ધન્યભાગી બની રહ્યું છે. પૂ. ગુરુવર્યોના કૃપાબળે જ આ કાર્ય ક્રમશઃ સિદ્ધ થઈ રહ્યું છે. - પાંચમું અંગ એટલે મસ્તક. પંચાગ નમસ્કાર. મસ્તક સાથે બે હાથ, બે પગ મળે ત્યારે જ થાય. તેમાં કિંમત મસ્તકની જ છે. મસ્તક નંદવાય તો બધુ નંદવાય જાય. અનાદિના પરિભ્રમણમાં નબળા - પાતળા બે પગથી લઈ અનેક પગ, બેઈનિદ્રયથી પંચેન્દ્રિય સુધીના જીવોને મળે છે અને હાથ તો પંચેન્દ્રિયને જ મળે છે. આવું ધડ, ધંગધડા વિનાનું તો ક્યારેક ધંગધડાવાળું મસ્તક મળે પરંતુ પાંચ ઈન્દ્રિય સહિત પરિપૂર્ણ પંચેન્દ્રિયના મસ્તકનું જ મૂલ્ય અંકાય છે અને તેમાં પણ માનવનું મસ્તક મહામૂલું હોય છે, માટે જ તત્ત્વવેત્તા કહે છે કે મસ્તકને મઠારો, ધડને ધારો, અર્થાત્ બાહ્ય આંતર ક્રિયાથી સાફ રાખો. મનનો મેલો માનવી ક્યાંયનો રહેતો નથી. સ્વચ્છ માનવી જ ઉતંગ મસ્તક મેળવી શકે છે. તેનો ઉપયોગ કરી શકે છે. ધડ અને મસ્તક બંને જુદા પડી જાય પછી કોઈ કામમાં કામયાબ નીવડતા નથી. સોહામણા હાથ, પગ હોવા છતાં પીઠ, ઉદર, ઉર આદિ સાત અંગ સાબૂત હોય તો પણ તે મસ્તક વિના કાર્ય કરી શકતા નથી. માટે જ મસ્તકને કેટલું વ્યવસ્થિત રાખવું ઘટે તે પાઠકગણ વિચારે.
વિશુદ્ધિકેન્દ્રથી સહસ્ત્રાર કેન્દ્ર પર્યત અર્થાત્ ગીવાથી તાળવા પર્યતનો ભાગ મસ્તક કહેવાય છે. આવું સુંદર મસ્તક કે જેમાં અનેક સ્કુનાડીઓ, સ્મરણશક્તિઓના સ્રોતને પ્રગટ કરતી કોશિકાઓ છે. જાણે ભવ - ભવાંતરમાં થયેલા જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમે ઊભરાતા યાદદાસ્તના ખજાનાને સાચવવાની જુદા જુદા ખાનાવાળી તિજોરીઓ. તેને ખોલો તો નીકળે, મધુમક્ષિકાના મધપૂડાં જેવું સુવ્યવસ્થિત આધુનિક કોમ્યુટર. આત્મામાંથી નીકળતા ધ્યવસાયના ભાવો કાર્મણ શરીર, તૈજસ શરીરમાં ઊભરાતાં, ઊભરાતાં પૂર્ણ ઔદારિક શરીરમાં મસ્તકથી ચરણ સુધી આંદોલિત થાય છે, તે ભાવો