________________
૨૫૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧ |
सअंता, खेत्तओ सिद्धी सअंता, कालओ सिद्धी अणंता, भावओ सिद्धी अणंता । ભાવાર્થ :- હે સ્કંદક ! તમારા મનમાં આ પ્રકારે વિકલ્પ ઊઠ્યો હતો કે સિદ્ધિ સિદ્ધ શિલા] સાંત છે કે અનંત છે? તેનો પણ અર્થ [સમાધાન આ પ્રમાણે છે- હે સ્કંદક! મેં ચાર પ્રકારની સિદ્ધિ કહી છે, તે આ પ્રમાણે છે– દ્રવ્યસિદ્ધિ, ક્ષેત્રસિદ્ધિ, કાલસિદ્ધિ અને ભાવસિદ્ધિ.
(૧) દ્રવ્યથી– સિદ્ધિ એક છે અને અંત સહિત છે. (૨) ક્ષેત્રથી- સિદ્ધિ ૪૫ લાખ યોજનની લાંબી પહોળી છે તથા ૧,૪૨,૩૦,૨૪૯[એક કરોડ, બેતાળીસ લાખ, ત્રીસ હજાર, બસ્સો ઓગણપચાસ]. યોજનથી કંઈક અધિક તેની પરિધિ છે. તેથી તે અંત સહિત છે. (૩) કાલથી- એવો કાલ નથી કે જેમાં સિદ્ધિ ન હતી. એવો કોઈ કાલ નથી કે જેમાં સિદ્ધિ નથી, એવો કોઈ કાલ હશે નહિ કે જેમાં સિદ્ધિ હશે નહિ, તેથી તે નિત્ય અને અંતરહિત છે. (૪) ભાવથી- જેમ ભાવલોકના સંબંધમાં કહ્યું હતું, તે જ રીતે ભાવથી સિદ્ધિ અંતરહિત છે અર્થાત્ તે અનંત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ગુરુલઘુ, અગુરુલઘુ પર્યાયરૂપ છે તથા અંતરહિત
આ રીતે હે સ્કંદક! દ્રવ્યસિદ્ધિ અને ક્ષેત્રસિદ્ધિ અંતસહિત છે તથા કાલસિદ્ધિ અને ભાવસિદ્ધિ અંત રહિત છે. હે સ્કદક! તેથી સિદ્ધિ અંત સહિત પણ છે અને અંત રહિત પણ છે. ३३ जे वि य ते खंदया ! जाव किं सअंते सिद्ध, अणंते सिद्धे? तं चेव जाव दव्वओ णं एगे सिद्धे सअंते । खेत्तओ णं सिद्धे असंखेज्जपएसिए, असंखेज्जपएसोगाढे अत्थि पुण से अंते । कालओ णं सिद्धे सादिए अपज्जवसिए, णत्थि पुण से अंते । भावओ णं सिद्धे अणंता णाणपज्जवा, अणंता दसणपज्जवा, अणंता अगुरुयलहुयपज्जवा, णत्थि पुण से अते । से तं खंदया ! दव्वओ णं सिद्धे सअंते, खेत्तओ णं सिद्धे सअंते, कालओ णं सिद्धे अणते, भावओ ण सिद्धे अणते ।
ભાવાર્થ :- હે &દક ! પછી તમારા મનમાં આ વિકલ્પ ઉત્પન્ન થયો હતો કે સિદ્ધ અંતસહિત છે કે અંતરહિત? તેનો અર્થ સમાધાન પણ આ પ્રમાણે છે– (૧) દ્રવ્યથી– એક સિદ્ધ અંતસહિત છે. (૨) ક્ષેત્રથી- સિદ્ધ અસંખ્યપ્રદેશાત્મક તથા અસંખ્ય આકાશપ્રદેશને અવગાહીને રહેલા છે. તેથી અંત સહિત છે. (૩) કાલથી- [કોઈ પણ એક) સિદ્ધ આદિ સહિત અને અંત રહિત છે. (૪) ભાવથી- સિદ્ધ અનંત જ્ઞાન પર્યાયરૂપ, અનંત દર્શન પર્યાયરૂપ અને અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે. તેથી અંતરહિત છે. આ રીતે હે સ્કંદક! દ્રવ્યથી અને ક્ષેત્રથી સિદ્ધ અંતસહિત છે. કાલથી અને ભાવથી સિદ્ધ અંતરહિત છે. તેથી સિદ્ધ અંત સહિત પણ છે અને અંતરહિત પણ છે.
|३४ जे वि य ते खंदया ! इमेयारूवे अज्झथिए चिंतिए जाव समुप्पज्जित्था