________________
| શતક–૨: ઉદ્દેશક-૧
૨૫૩ |
२८ तए णं से खदए कच्चायणसगोत्ते समणस्स भगवओ महावीरस्स वियदृभोइस्स सरीरयं ओरालं जाव अईव अईव उवसोभेमाणं पासइ, पासिता हट्ठतुट्ठचितमाणदिए णदिए पीइमणे परमसोमणसिए हरिसवस-विसप्पमाणहियए जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ जाव पज्जुवासइ ।
ભાવાર્થ :- તત્પશ્ચાતુ વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવાન મહાવીરના ઉદાર તેમજ શોભાથી અત્યંત શોભાયમાન શરીરને જોઈને, કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકને અત્યંત હર્ષ થયો, સંતોષ થયો અને તેનું ચિત્ત આનંદિત થયું.
આ રીતે સંતુષ્ટ, આનંદિત અને હર્ષિત થતાં, સ્કંદક પરિવ્રાજક જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા ત્યાં આવ્યા. ત્યાં જઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જમણી તરફથી આરંભીને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન, નમસ્કારાદિ કરીને પર્યાપાસના કરવા લાગ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રભુના શરીરને માટે સજળ વન ખોવવેચે વિશેષણનો પ્રયોગ છે. શરીરમાં જે તલ-મસ આદિ હોય તેને વ્યંજન કહેવાય છે અથવા જન્મથી જ જે સ્વાભાવિક હોય તેને 'લક્ષણ' અને પાછળથી જે ચિહ્ન થાય તેને 'વ્યંજન' કહેવાય છે અને સૌભાગ્ય આદિ ગુણ' કહેવાય છે અથવા લક્ષણ અને વ્યંજન રૂ૫ ગુણથી જે યુક્ત હોય તેને 'લક્ષણવ્યંજનગુણોપપેત' કહેવાય છે. પ્રભુની શારીરિક પ્રતિભા જોઈ અંદકને હર્ષ અને સંતોષ થયો.
નિયમોÉ :- તેના ત્રણ અર્થ થાય છે. (૧) વિરમોની-અચિત્તભોજી (૨) વ્યાવૃત્તોનव्यावृत्ते व्यावृत्ते सूर्ये भुङत्ते इत्येवंशीलो व्यावृत्तभोजी प्रतिदिन भोजी इत्यर्थः । ભિગવતી, અ. વૃત્તિ પત્રાંક ૧૧૮] પુનઃ પુનઃ સૂર્યના આવવા પર અર્થાત્ સૂર્યોદય થવા પર આહાર કરનાર = પ્રતિદિન આહાર કરનાર. જ્યારે સ્કંદક પરિવ્રાજકે પ્રભુને જોયા ત્યારે પ્રભુ નિત્યભોજી હતા. અર્થાત્ કોઈ તપસ્યા ન હતી.](૩) વ્યાવૃત્તોની = વ્યાવૃત્ત-નિવૃત્ત, અનેષણીય આહારથી નિવૃત્ત અને એષણીય આહારના ભોક્તા.
પ્રભુ મહાવીર દ્વારા સ્કંદકના પ્રશ્નોનું સમાધાન :
२९ खंदया ! त्ति समणे भगवं महावीरे खंदयं कच्चायणसगोत्तं एवं वयासीसे णूणं तुम खंदया ! सावत्थीए णयरीए पिंगलएणं णियंठेणं वेसालिय- सावए णं इणमक्खेवं पुच्छिए- मागहा ! किं सअंते लोए, अणंते लोए ? एवं तं चेव