________________
ર૫ર |
શ્રી ભગવતી સૂત્ર-૧
[ચાલો આપણે આપના ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે જઈએ, તેમને વંદન-નમસ્કાર કરીએ તેમજ તેમની પપાસના કરીએ."
ગૌતમસ્વામી– "હે દેવાનુપ્રિય! જેમ સુખ ઊપજે તેમ કરો ! આ શુભકાર્યમાં વિલંબ ન કરો." તદનન્તર ભગવાન ગૌતમ સ્વામી, કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં જવા માટે ચાલ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શાસ્ત્રકારે પ્રભુ મહાવીર દ્વારા ગૌતમ સ્વામીને અપાયેલા સ્કંદક પરિવ્રાજકના આગમનનો, તેમજ સ્કંદકના ભાવિનો સંકેત કર્યો છે.
સ્જદક પરિવ્રાજક શ્રી ગૌતમના પૂર્વ પરિચિત છે, તેમજ તે કયા લક્ષે અહીં આવી રહ્યા છે? અહીં આવ્યા પછી પ્રભુના સમાગમે તેનામાં કેવા પ્રકારનું પરિવર્તન થશે? વગેરે સર્વ વૃતાંત પ્રભુએ ગૌતમ સ્વામીને જણાવ્યો.
જ્યારે સ્કંદક પરિવ્રાજક પધાર્યા ત્યારે શ્રી ગૌતમે તેનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રશ્ન એ થાય છે કે જૈનમુનિઓ પોતાના નિયમાનુસાર અસંયતિનું સ્વાગત કરી શકતા નથી. તો ગૌતમે શા માટે સ્વાગત કર્યું? તેનો ઉત્તર એ છે કે સ્કંદ, વર્તમાને અસંયતિ હતા તેમ છતાં પ્રભુએ જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં સંયમ સ્વીકાર કરશે. ભાવિ નયની અપેક્ષાએ ગૌતમ સ્વામીએ સ્કંદ પરિવ્રાજકનું સ્વાગત કર્યું અથવા સ્જદક પરિવ્રાજકના આગમનથી અને પ્રભુ સાથેના વાર્તાલાપથી પ્રભુના જ્ઞાનાતિશયની મહત્તા પ્રગટ થશે, પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનનો ભાવ જાગૃત થશે, આ વિવિધ પ્રકારની વિચારણાથી ગૌતમ સ્વામીએ સ્કંદકનું સ્વાગત કર્યું હોય તેમ પ્રતીત થાય છે. શેષ કથન સૂત્રપાઠથી સ્પષ્ટ છે. સ્કંદક પરિવ્રાજકનું પ્રભુ મહાવીર સમીપે ગમન :| २७ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वियट्टभोई यावि होत्था । तए णं समणस्स भगवओ महावीरस्स वियट्टभोइस्स सरीरयं ओरालं सिंगारं कल्लाणं सिवं धण्णं मंगल्लं अणलंकिय विभूसियं लक्खणवंजण-गुणोववेयं सिरीए अईव अईव उवसोभेमाणं चिट्ठइ । ભાવાર્થ :- કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વ્યાવૃત્તભોજી[પ્રતિદિન આહાર કરનારા] હતા. વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું શરીર ઉદાર[પ્રધાન], શૃંગારરૂપ, અતિશયશોભા સંપન્ન, કલ્યાણરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, અલંકાર વિના પણ સુશોભિત, ઉત્તમ લક્ષણો, વ્યંજનો અને ગુણોથી યુક્ત તથા શારીરિક શોભાથી અત્યંત શોભાયમાન હતું.