________________
શતક-૨: ઉદ્દેશક-૧
_
[ ૨૫૧ ]
णं गोयमा ! तहारूवे णाणी वा, तवस्सी वा ? जेणं तव एस अढे मम ताव रहस्सकडे हव्वं अक्खाए, जओ णं तुमं जाणासि ?
तए णं से भगवं गोयमे खंदयं कच्चायणसगोत्तं एवं वयासी- एवं खलु खंदया ! मम धम्मायरिए धम्मोवएसए समणे भगवं महावीरे उप्पण्णणाणदसणधरे, अरहा जिणे केवली तीय-पडुप्पण्ण-मणागय-वियाणए सव्वण्णू सव्वदरिसी जेण मम एस अढे तव ताव रहस्सकडे हव्वमक्खाए, जओ णं अहं जाणामि खंदया! तए णं से खंदए कच्चायणसगोत्ते भगवं गोयमं एवं वयासी- गच्छामो णं गोयमा ! तव धम्मायरियं धम्मोवएसयं समणं भगवं महावीरं वंदामो, णमंसामो जाव पज्जुवासामो । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं । तएणं से भगवं गोयमे खदएणं कच्चायणसगोत्तेण सद्धिं जेणेव समणे भगवं महावीरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- તત્પશ્ચાત્ ભગવાન ગૌતમ કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકને નજીક આવેલા જાણીને, શીધ્ર પોતાના આસન પરથી ઊઠ્યા, ઊઠીને તેની સામે ગયા અને જ્યાં કાત્યાયન ગોત્રીય અંદક પરિવ્રાજક હતા, ત્યાં આવ્યા. સ્કર્દકની સમીપે આવીને, તેણે આ પ્રમાણે કહ્યું, 'હે સ્કંદક! આપનું સ્વાગત છે, સ્કંદ ! આપનું સુસ્વાગત છે, સ્કંદ ! આપનું આગમન અનુરૂપ યથોચિત સમયે થયું છે. હે સ્કંદક! પધારો, આપ ભલે પધારો. આ રીતે ગૌતમસ્વામીએ સ્કંદકનું સન્માન કર્યું ત્યાર પછી ગૌતમ સ્વામીએ સ્કંદકને કહ્યું, "સ્જદક ! શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગથે આપને આ પ્રમાણે આક્ષેપ પૂર્વક પૂછ્યું હતું કે, હે માગધ! લોક સાન્ત છે કે અનંત? ઈત્યાદિ પૂર્વવત્ સંપૂર્ણ કથન કરવું. પાંચ પ્રશ્નો પૂછ્યાં હતા. જેના ઉત્તર તમે ન આપી શક્યા. તમારા મનમાં શંકા, કાંક્ષા આદિ ઉત્પન્ન થઈ. તેના પ્રશ્નોથી નિરૂત્તર થઈને, તેના ઉત્તર પૂછવા માટે અહીં ભગવાનની સમીપે આવ્યા છો. હે જીંદક! કહો, આ વાત સત્ય છે?
સ્કંદકે કહ્યું, 'હા, ગૌતમ ! આ વાત સત્ય છે. તપશ્ચાત્ કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજક ભગવાન ગૌતમને આ પ્રમાણે પૂછ્યું, "હે ગૌતમ! [મને કહો કે] કોણ એવા જ્ઞાની અને તપસ્વી પુરુષ છે કે જેણે મારા મનની ગુપ્ત વાત આપને કહી દીધી. જેથી આપ મારા મનની ગુપ્ત વાતને જાણી ગયા? ત્યારે ભગવાન ગૌતમે કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું, હે સ્કંદક! મારા ધર્મગુરુ, ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીર, ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક, અહંતુ છે, જિન છે, કેવળી છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલના જ્ઞાતા છે, સર્વજ્ઞ–સર્વદર્શી છે, તેઓએ તમારા મનમાં રહેલી ગુપ્ત વાત મને કહી દીધી છે, હે સ્કંદક! જેથી હું તમારા મનની ગુપ્ત વાતને જાણું છું.
તત્પશ્ચાતુ કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું, "હે ગૌતમ!